મુંબઈ

ઓલિમ્પિક ચંદ્રક વિજેતા ગગન નારંગ અને અંજલી ભાગવત સહિત કેટલાક મહાન શૂટર અપાવનારા જાણીતા શૂટિંગ કોચ સંજય ચક્રવર્તીનું અહીં નિધન થયું છે. ચક્રવર્તી ૭૯ વર્ષના હતા. શનિવારે રાત્રે તેમનું અવસાન થયું હતું. દ્રોણાચાર્ય એવોર્ડ ચક્રવર્તી તેમની ચાર દાયકાની કારકિર્દી દરમિયાન ઘણા ઉભરતા શૂટર્સને મદદ કર્યા હતા. જેમણે પાછળથી દેશમાં ખ્યાતિ મેળવી હતી. ભારતીય રાષ્ટ્રીય રાઇફલ એસોસિએશન (એનઆરએઆઈ) એ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એનઆરએઆઈએ એક નિવેદનમાં કહ્યું, "દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા સંજય ચક્રવર્તીના નિધન પર એનઆરએઆઈએ શોક વ્યક્ત કર્યો છે." તેઓ સંજય સરના નામથી જાણીતા હતા અને લાંબા સમયથી બીમાર હતા. તેમણે રાજીવ ગાંધી ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ જીતનારા ઘણા શૂટરને તાલીમ આપી. તેમની પાસેથી તાલીમ લેનારા આંતરરાષ્ટ્રીય ચંદ્રકોની સૂચિ ખૂબ લાંબી છે. તેના આત્માને શાંતિ મળે. "

તેમના અવસાનના સમાચાર સૌ પ્રથમ ઓલિમ્પિયન જોયદીપ કર્માકરે ટિ્‌વટર પર શેર કર્યા હતા.કર્મકરે ટિ્‌વટ કર્યું હતું કે, “ખૂબ જ દુખ સાથે હું થોડાક કલાકો પહેલા મુંબઇમાં દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતા શૂટિંગ કોચ અને માર્ગદર્શક સંજય ચક્રવર્તી સરના અવસાનના દુખદ સમાચાર આપી રહ્યો છું. મારી સંવેદંના તેમના પરિવાર સાથે છે. " ઓલિમ્પિયન અને ભારતીય રાઇફલ ટીમના ઉચ્ચ પ્રદર્શન કોચ સુમા શિરૂરે પણ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.