ઓવલ-

ટીમ ઈન્ડિયાના ઓપનર રોહિત શર્મા (૨૦) અને કેએલ રાહુલ (૨૨) એ બીજા દિવસની રમતના અંત સુધી કોઈ વિકેટ ગુમાવ્યા વિના ૪૩ રન બનાવ્યા છે. સ્ટમ્પ સુધી પ્રથમ દાવના સ્કોરના આધારે ઇંગ્લેન્ડ ૫૬ રનથી આગળ છે.

અગાઉ મધ્યમ ક્રમના બેટ્‌સમેન ઓલી પોપ (૮૧) અને ક્રિસ વોક્સ (૫૦) ની અડધી સદીની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગમાં ૨૯૦ રન બનાવ્યા બાદ ૯૯ રનની લીડ મેળવી હતી. ભારતનો પ્રથમ દાવ ૧૯૧ રનમાં સમેટાઈ ગયો હતો. ઈંગ્લેન્ડ માટે પોપે ૧૫૯ બોલમાં છ ચોગ્ગાની મદદથી ૮૧ રન અને વોક્સે ૬૦ દડામાં ૧૧ ચોગ્ગાની મદદથી ૫૦ રન બનાવ્યા હતા.

ભારત તરફથી ઉમેશ યાદવે ત્રણ અને જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાએ બે -બે વિકેટ લીધી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુર અને મોહમ્મદ સિરાજને એક -એક વિકેટ મળી હતી.

ઇંગ્લેન્ડની ઇનિંગ્સમાં જાેની બેયરસ્ટોએ ૩૭ રન, મોઇન અલીએ ૩૫, ડેવિડ મલાન ૩૧, કેપ્ટન જાે રૂટ ૨૧, રોરી બર્ન્સવેએ પાંચ, ઓલી રોબિન્સનએ પાંચ અને ક્રેગ ઓવરટોને એક રન બનાવ્યા હતા જ્યારે હસીબ હમીદ ખાતું ખોલાવ્યા વગર આઉટ થયો હતો. જેમ્સ એન્ડરસન એક રન પર અણનમ રહ્યો હતો.