વોક્સને બ્રોડ અને ત્યાર બાદ બૅસ્સની મદદથી ઈંગ્લેન્ડને જીતાડયું હતુ. સાતમા ક્રમે બેટીંગમાં ઉતરેલા ઓલરાઉન્ડર ક્રિસ વોક્સે અણનમ ૮૪ રન ફટકારવાની સાથે સાથે બટલર (૭૫) સાથે ૧૩૯ રનની નિર્ણાયક ભાગીદારી કરતાં ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં ત્રણ વિકેટથી રોમાંચક વિજય મેળવ્યો હતો.

જીતવા માટેના ૨૭૭ના ટાર્ગેટને ઈંગ્લેન્ડે ૮૨.૧ ઓવરમાં સાત વિકેટ ગુમાવીને પાર પાડયો હતો. આ સાથે ઈંગ્લેન્ડે શ્રેણીમાં ૧-૦થી સરસાઈ મેળવી લીધી હતી. પાકિસ્તાનના ૩૨૬ના સ્કોર સામે ઈંગ્લેન્ડ ૨૧૯માં સમેટાયું હતુ. પાકિસ્તાને ૧૦૭ રનની સરસાઈ બાદ બીજી ઈનિંગમાં માત્ર ૧૬૯ રન નોંધાવ્યા હતા. જેના કારણે ઈંગ્લેન્ડને ૨૭૭નો ટાર્ગેટ મળ્યો હતો.

ઈંગ્લેન્ડની શરૃઆત કંગાળ રહી હતી અને તેની પાંચ વિકેટ માત્ર ૧૧૭ રનમાં જ પડી જતાં પાકિસ્તાનનો જુસ્સો વધ્યો હતો. જોકે બટલર અને વોક્સની જોડીએ બાજી પલ્ટી નાંખી હતી. બટલર આઉટ થયો ત્યારે ઈંગ્લેન્ડને જીતવા માટે ૨૧ રનની જરુર હતી.