/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

IND VS AUS : ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયા મજબૂત સ્થિતિમાં,ભારતથી 197 રન આગળ

સિડની

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચાર ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 2 વિકેટે 103 રન કર્યા છે. તેમને ફર્સ્ટ ઇનિંગ્સમાં 94 રનની લીડ મળી હતી અને અત્યારે ભારતથી 197 રન આગળ છે. સ્ટીવ સ્મિથ 29 રને અને માર્નસ લબુશેન 47 રને અણનમ છે. આજના દિવસમાં કુલ 251 રન બન્યા અને 10 વિકેટ પડી. 

વિલ પુકોવ્સ્કી 10 રને મોહમ્મદ સિરાજની બોલિંગમાં કીપર રિદ્ધિમાન સાહાના હાથે કેચ આઉટ થયો હતો. તે પછી ડેવિડ વોર્નર 13 રને અશ્વિનની બોલિંગમાં LBW થયો હતો. તેણે રિવ્યૂ લીધો હતો પરંતુ અમ્પાયરના નિર્ણયને ફેરવી શક્યો નહોતો. 

ઋષભ પંતની જગ્યાએ રિદ્ધિમાન સાહા વિકેટકીપિંગ કરી રહ્યો છે. પંતને કમિન્સનો બોલ કોણીમાં વાગ્યો હતો. તે શોર્ટ બોલને પુલ કરવા ગયો પરંતુ બોલ ધાર્યા કરતા ઓછો બાઉન્સ થયો હતો. 2 મિનિટ માટે મેચ અટકી હતી અને પંતે મેજિક સ્પ્રેનો ઉપયોગ કર્યા બાદ બેટિંગ કરવાનું ચાલુ રાખ્યું. અત્યારે તેને સ્કેન માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. 


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution