/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

હવે ફૂટબોલમાં પણ રેકોર્ડ બનાવવા પહોંચી મહિલા,બાલા દેવીએ રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી 

ભારતીય મહિલા ફૂટબોલર બાલા દેવી ઇતિહાસ રચવામાં સફળ રહી છે. બાલા દેવી પ્રોફેશનલ ફૂટબોલ લીગમાં ગોલ નોંધાવનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બની છે. રેન્જર્સ એફસી તરફથી રમતી બાલા દેવીએ તેની કારકિર્દીનો પહેલો ગોલ ફુટબોલ લીગ ઓફ યુરોપમાં મધરવેલ એફસી સામે કર્યો.

બાલા દેવીનો આ ગોલ મેચની 85 મી મિનિટમાં કર્યો હતો. બાલા દેવીએ ઝડપથી બોલનો કબજો મેળવ્યો અને વિરોધી ટીમના ગોલકિપરને ઝડપી પાડ્યો અને સ્કોરશીટમાં પોતાનું નામ લખ્યું. આ મેચમાં રેન્જર્સ એફસીએ મધરવેલ એફસીને 9-0ના અંતરે હરાવી હતી.

આ વર્ષની શરૂઆતમાં બાલા દેવી વ્યાવસાયિક કરાર મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ફૂટબોલર બની હતી. બાલા દેવીએ રેન્જર્સ સાથે 18 મહિનાનો કરાર કર્યો છે.

2005માં, બાલા દેવીએ અંડર 17 ટીમ સાથે ભારતીય મહિલા ફૂટબોલમાં પ્રવેશ કર્યો. ત્યારબાદ તે 2006 માં અંડર 19 ટીમમાં રમી હતી.બાલા દેવી 2008થી ભારતીય વરિષ્ઠ મહિલા ટીમનો ભાગ છે. ભારતીય મહિલા ટીમ માટે 58 મેચ રમીને બાલા દેવીએ અત્યાર સુધીમાં 52 ગોલ કર્યા છે.

વર્ષ 2019 માં પણ બાલા દેવીની ખૂબ ચર્ચા થઈ હતી. ઈન્ડિયન મહિલા લીગમાં મણિપુર પોલીસ તરફથી રમતા બાલા દેવીએ માત્ર સાત મેચમાં 26 ગોલ કર્યા હતા. બાલા દેવીને એક મહાન સીઝન પછી જ સ્કોટલેન્ડમાં રમવાનો મોકો મળ્યો. 2014 માં, બાલા દેવીને એઆઇએફએફ મહિલા ખેલાડીનો વર્ષનો ખિતાબ પણ મળ્યો હતો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution