12, ફેબ્રુઆરી 2021
મેલબર્ન
ગ્રીસના સ્ટેફનોસ સીટિપાસ, રશિયાના આંદ્રે રુબલેવ અને ઇટાલીના માટેઓ બેરેટિની ગુરુવારે પોતપોતાની મેચ જીતીને વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ-ઓસ્ટ્રેલિયન ઓપનના ત્રીજા રાઉન્ડમાં આગળ વધ્યાં છે. વર્લ્ડ રેન્કિંગમાં છઠ્ઠા ક્રમે આવેલા સીટીપાસે બીજા રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાના થાનસી કોકિનાકીસનો સામનો કર્યો હતો. ચાર કલાક ૩૨ મિનિટ સુધી ચાલેલી મેચમાં સિટિપાસે કોકિનાકિસને ૬-૭, ૬-૪, ૬-૧, ૬-૭, ૬-૪ થી હરાવ્યો. સીટિપાસનો સામનો ત્રીજા રાઉન્ડમાં સ્વીડનના માઇકલ યમેર સામે થશે.
વિશ્વના આઠમાં નંબરના રુબલેવે બે કલાક અને આઠ મિનિટ સુધી ચાલેલી મેચમાં બ્રાઝિલના થિયાગો મોન્ટેરોને સતત સેટમાં ૬-૪, ૬-૪, ૭-૬થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં આગળ વધ્યો. રુબલેવનો મુકાબલો આગામી રાઉન્ડમાં સ્પેનના ફેલિશિયન લોપેઝ સામે થશે. બેરેટિનીએ ચેક રિપબ્લિકના ટોમસને બે કલાક ૩૯ મિનિટમાં ૬-૩, ૬-૨, ૪-૬, ૬-૩ થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.