દુબઇ

ભારતની ઓપનર સ્મૃતિ મંધાના, ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામી અને ઓલરાઉન્ડર દિપ્તી શર્મા આઈસીસી મહિલા વનડે રેન્કિંગમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે જ્યારે શિખા પાંડે ટોપ ટેનમાં પછી ફરી છે. મંધાના ૭૧૦ પોઇન્ટ સાથે સાતમા ક્રમે છે જ્યારે કેપ્ટન મિતાલી રાજ બેટ્‌સમેન રેન્કિંગમાં આઠમા ક્રમે છે. ઇંગ્લેન્ડની ટેમી બ્યુમોન્ટ પ્રથમ સ્થાને છે. બોલિંગમાં ગોસ્વામી ૬૮૧ પોઇન્ટ સાથે પાંચમાં સ્થાને છે જ્યારે પૂનમ યાદવ આઠમા અને શિખા દસમા સ્થાને છે.


શિખા ફેબ્રુઆરી ૨૦૧૯ માં કારકિર્દીની શ્રેષ્ઠ પાંચમી રેન્કિંગમાં પહોંચી હતી. દીપ્તિ ઓલરાઉન્ડરોમાં ટોપ ટેનમાં એકમાત્ર ભારતીય છે જે ૩૪૩ પોઇન્ટ સાથે પાંચમા ક્રમે છે. ઓસ્ટ્રેલિયાની એલિસા હેલી ત્રીજા સ્થાને છે. બોલરોમાં મેગન શૂટ બીજા સ્થાને આવી ગઈ છે જ્યારે મરિયાના કાપ ત્રીજા સ્થાને આવી ગઈ છે.