ન્યૂ દિલ્હી

ભારતીય સ્ટાર મહિલા બોક્સર મેરી કોમ અને પુરુષ હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ ટોક્યો ઓલિમ્પિક્સના ઉદઘાટન સમારોહમાં ભારતના ધ્વજવંદક બનશે. આઇઓએએ સોમવારે આ માહિતી આપી. ઓલિમ્પિકનો ઉદઘાટન સમારોહ ૨૩ જુલાઇએ યોજાશે. તે જ સમયે આ ગેમ્સ ૮ ઓગસ્ટે સમાપ્ત થશે. જયારે સમાપન સમારોહમાં ભારતીય કુસ્તીબાજ બજરંગ પુનિયા ભારતનો ધ્વજવંદક બનશે.

ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ જીતનાર પ્રથમ મહિલા બોક્સર મેરી કોમ આ વખતે પોતાનો બીજો મેડલ મેળવીને નવો ઈતિહાસ રચી શકે છે. એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ જીત્યા. કોમનવેલ્થ ગેમ્સમાં ચેમ્પિયન રહી છે. તેણે એશિયન ચેમ્પિયનશીપમાં પાંચ ગોલ્ડ મેડલ જીત્યા છે. તે આ વર્ષે એશિયન ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચી ગઈ છે. માનવામાં આવે છે કે ૩૮ વર્ષીય બોક્સરની આ છેલ્લી ઓલિમ્પિક છે અને તે તેને યાદગાર બનાવવા માટે કોઈ કસર છોડશે નહીં.