નવી દિલ્હી 

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021 ની પ્રથમ ક્વાર્ટર ફાઇનલ મેચ પંજાબ અને કર્ણાટક વચ્ચે રમાઈ હતી. મેચ એકતરફી રહી હતી અને પંજાબની ટીમે કર્ણાટકને 9 વિકેટે હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. પંજાબની ટીમે પહેલા બોલિંગમાં અજાયબ પ્રદર્શન કર્યા અને ત્યારબાદ શાનદાર બેટિંગ કરી 9 વિકેટ બાકી રહી જીતનો લક્ષ્યાંક હાંસલ કર્યો.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2021 ના પહેલા ક્વાર્ટર ફાઈનલમાં કર્ણાટકની પ્રથમ બેટિંગ કરતા 17.2 ઓવરમાં ફક્ત 87 રન બનાવ્યા હતા. કર્ણાટકના બેટ્સમેનો પંજાબના બોલરોની સામે સંપૂર્ણ ફ્લોપ સાબિત થયા હતા અને આટલા ઓછા સ્કોર પર સમેટાઈ ગયા હતા. કેપ્ટન કરૂણ નાયરે 12 રનનું યોગદાન આપ્યું હતું જ્યારે દેવદત્તે 11 રનનું યોગદાન આપ્યું હતું. ટીમમાં અનિરુધ જોશીએ સૌથી વધુ 27 રન બનાવ્યા જ્યારે શ્રેયસ ગોપાલે 13 રન બનાવ્યા. આ સિવાય બીજો કોઈ બેટ્સમેન બેવડા આંકડા સુધી પહોંચી શક્યો નહીં. પંજાબ તરફથી સિદ્ધાર્થ કૌલે શાનદાર બોલિંગ કરતાં ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે સંદીપ શર્મા, આકાશદીપ સિંહ અને રમણદીપસિંહે બે-બે વિકેટ ઝડપી હતી. આ સિવાય મયંક માર્કંડેએ એક વિકેટ લીધી હતી.