પેરિસ

ડિફેન્ડિંગ ફ્રેન્ચ ઓપન ચેમ્પિયન ઇંગા સ્વિટેકે સોમવારે પોતાનું અભિયાન ફરી શરૂ કર્યું હતું જ્યાંથી તેણે ગયા વર્ષે રોલેન્ડ ગેરોસ ખાતે સમાપ્ત કર્યું હતું. તેણે ૨૦ મો જન્મદિવસ ટેનિસ કોર્ટમાં તેની શ્રેષ્ઠ મિત્ર કાજા જુવાનને ૬-૦, ૭-૫થી હરાવીને ઉજવ્યો. પોલેન્ડની પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સ્વિટેકની રમતમાં રાફેલ નડાલની રમતની ઝલક જાેવા મળી હતી. તેણે પહેલા સેટમાં જુવાનને કોઈ તક આપી ન હતી. વિશ્વ રેન્કિંગમાં ૧૦૧ મા ક્રમે રહેલી સ્લોવેનિયા બીજા સેટમાં પરત ફરતી હોવા છતાં આખરે સ્વીટકે મેચ જીતી લીધી.

પુરુષોના પ્રથમ રાઉન્ડમાં ઇટાલિયન ખેલાડી જેનિક સિન્નરે ફ્રાન્સના પિયર હ્યુઝ હાર્બર્ટ સામે કડક પડકારનો સામનો કરવો પડ્યો હતો. જાેકે સિન્નરે પાંચ સેટની મેચ ૬-૧, ૪-૬, ૬-૭, ૭-૫, ૬-૪થી જીતી લીધી હતી. ડેનીલ મેદવેદેવે પાંચમા પ્રયાસમાં ફ્રેન્ચ ઓપનમાં જીતીને સાબિત કર્યું ધીરજ ના ફળ મીઠા હોય છે. રશિયાના બીજા ક્રમાંકિત ખેલાડીએ પેરિસમાં પ્રથમ રાઉન્ડના ચાર નુકસાન બાદ ૬-૩,૬-૩,૭-૫ થી એલેક્ઝન્ડર બુબલિકને હરાવ્યો હતો.