રાયપુર

રાષ્ટ્રીય વરિષ્ઠ રાષ્ટ્રીય સોફ્ટબોલ ચેમ્પિયનશીપમાં છત્તીસગઢે સતત સાતમી વખત ખિતાબ મેળવતા ઇતિહાસ રચ્યો હતો. રાજસ્થાનના ભરતપુરમાં ચાલી રહેલી સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશિપની ફાઇનલમાં મહારાષ્ટ્રને ૧૩-૦૪ થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આપને જણાવી દઇએ કે છત્તીસગઢની પુરુષ ટીમ વર્ષ ૨૦૧૪ થી સતત રાષ્ટ્રીય ચેમ્પિયન રહી છે. પુરુષ ટીમની સાથે આ વખતે પણ મહિલા ટીમ મેડલ જીતવામાં સફળ રહી છે. આ સિનિયર રાષ્ટ્રીય ચેમ્પિયનશીપમાં મહિલા ટીમે સંયુક્તપણે મધ્ય પ્રદેશ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.