નવી દિલ્હી, તા.૧૯

ભારતના નીરજ ચોપરા અને પાકિસ્તાનના અરશદ નદીમ જેવલીન સુપરસ્ટાર છે. બંને એથ્લેટ આગામી આઉટડોર સીઝન માટે તૈયારી કરી રહ્યા છે. નીરજ ચોપરા હાલમાં તુર્કીમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે, જ્યારે ૨૭ વર્ષીય નદીમ એક મોટા પડકારનો સામનો કરી રહ્યો છે. નદીમે તાજેતરમાં કહ્યું હતું કે તે ઘણા વર્ષોથી ઇન્ટરનેશનલ લેવલના ભાલા મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે તે ૮ વર્ષથી એક જ જેવેલીનનો ઉપયોગ કરી રહ્યો છે. વિશ્વ અને વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરા આ સાંભળીને ખૂબ જ નિરાશ છે.સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના નિવેદન અનુસાર ગયા વર્ષે બુડાપેસ્ટમાં વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ નદીમ સાથે ભાગ લીધો હતો. જેમાં તે નીરજ ચોપરા બાદ બીજા સ્થાને રહ્યો હતો. જયારે હાલ નદીમને ભાલા માટે સંઘર્ષ કરતો જાેઇને નીરજ ચોપરાએ કહ્યું, ‘આ માનવું મુશ્કેલ છે કે તે નવું જેવલીન મેળવવા માટે સંઘર્ષ કરી રહ્યો છે. તેમની પ્રતિષ્ઠા જાેતાં, આ કોઈ મોટો મુદ્દો ન હોવો જાેઈએ.”અરશદ વિશે ઘણા રિપોર્ટ સામે આવ્યા છે. તેણે મીડિયાને કહ્યું, “હાલ એવી સ્થિતિ છે કે મારું જેવલીન તૂટી ગયું છે. મેં નેશનલ ફેડરેશન અને મારા કોચને પેરિસ ઓલિમ્પિક પહેલા તેના વિશે કંઈક કરવા કહ્યું છે.નીરજ ચોપરાએ કહ્યું હતું કે, “મેં વર્ષ ૨૦૧૫માં આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લેવાનં શરુ કર્યું ત્યારે મને આ જેવલીન મળ્યું હતું... ઓલિમ્પિક ગેમ્સમાં મેડલ જીતવાનું લક્ષ્ય રાખતા આંતરરાષ્ટ્રીય એથ્લેટ માટે યોગ્ય સાધનો અને તાલીમ સુવિધાઓ જરૂરી છે.નીરજ ચોપરાની સમગ્ર તાલીમ અને આંતરરાષ્ટ્રીય પ્રવાસોને ભારતીય રમત મંત્રાલયની ટાર્ગેટ ઓલિમ્પિક પોડિયમ સ્કીમ (ટીઓપીએસ) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.