મોટેરા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાવાની છે. દર્શકોની બેઠક ક્ષમતાની દ્રષ્ટિએ તે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પહેલી આંતરરાષ્ટ્રીય મેચ અહીં રમાશે. બંને ટીમો ત્રીજી ટેસ્ટ માટે અમદાવાદ પહોંચી ગઈ છે.


પિક બોલ ટેસ્ટ મેચ રમતા પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ જીમમાં સખત મહેનત કરતા નજરે પડ્યા હતા, જ્યારે આર અશ્વિન પણ હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ સાથે ડાન્સ કર્યો હતો.

હાર્દિક પંડ્યા પહેલા મોટેરા સ્ટેડિયમ પહોંચ્યો હતો અને તેના ટિ્‌વટર એકાઉન્ટ પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી. આ પછી હાર્દિકે બીજી એક તસવીર પોસ્ટ કરી જેમાં ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સાથે ટીમના અન્ય ખેલાડીઓ જીમમાં ઉભા હતા.


અમદાવાદ પહોંચ્યા બાદ ભારતીય સ્પિનર આર અશ્વિને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવ સાથે નૃત્ય કરતો જોવા મળી રહ્યો છે.