મુંબઈ,તા.૧૩

મુંબઈએ રણજી ટ્રોફી ૨૦૨૪નું ટાઈટલ જીતવાની દિશામાં આગળ વધ્યું છે. ૫૩૮ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી વિદર્ભની ટીમે બીજા દાવમાં તેની પાંચ મોટી વિકેટ ગુમાવી દીધી હતી. દિવસની રમતના અંત સુધીમાં વિદર્ભના સ્કોર બોર્ડ પર ૨૪૮ રન હતા. જાેકે, ટીમને ચેમ્પિયન બનવા માટે હજુ ૨૯૦ રન બનાવવાના છે.ફાઇનલ મેચના ચોથા દિવસે વિદર્ભે ૧૦ રનના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. ટીમને પહેલો ફટકો ૬૪ના સ્કોર પર અથર્વ તાયડેના રૂપમાં લાગ્યો હતો. અથર્વ ૩૨ રન બનાવી શમ્સ મુલાનીનો શિકાર બન્યો હતો. આ પછી ધ્રુવ શૌરી પણ ૨૮ રન બનાવીને આઉટ થયો હતો. તે જ સમયે, અમન મોખાડે ક્રિઝ પર સેટ થયા પછી ૩૨ રન બનાવીને આઉટ થયો હતો. યશ રાઠોડ પણ બેટથી કંઈ ખાસ બતાવી શક્યો ન હતો અને માત્ર ૭ રન બનાવીને વોકઆઉટ થયો હતો.કરુણ નાયર અને અક્ષય વાડકરે ૧૩૩ના સ્કોર પર ૪ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્કેલીમાં જણાતા વિદર્ભની ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ મળીને પાંચમી વિકેટ માટે ૯૦ રન જાેડ્યા હતા. કરુણ ૭૪ રનની શાનદાર ઇનિંગ રમીને મુશીર ખાનનો શિકાર બન્યો હતો. અક્ષય ૫૬ રન બનાવીને ક્રિઝ પર છે જ્યારે હર્ષ દુબે ૧૧ રન બનાવીને તેનો સાથ આપી રહ્યો છે.બેટથી સદી ફટકાર્યા બાદ મુશીર ખાને પણ બોલથી શો ચોર્યો હતો. મુશીરે કરુણ અને અક્ષયની ૯૦ રનની ભાગીદારીનો અંત આણ્યો હતો. આ સાથે તેણે અમન મોખાડેને પણ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. તનુષ કોટિયાને પણ ૨ વિકેટ પોતાના નામે કરી હતી. વિદર્ભને જીતવા માટે હજુ ૨૯૦ રન બનાવવાના છે અને ટીમની પાંચ વિકેટ બાકી છે.