આજનો દિવસ ભારત ક્રિકેટ માટે ઐતિહાસિક અને યાદગાર દિવસ છે ૨૫ જૂન 1983 ના દિવસે 37 વર્ષ પહેલા આજના દિવસે ભારતીય ટીમે લોર્ડસમાં વર્લ્ડકપ જીત્યો હતો. અને ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની હતી. વેસ્ટ ઇન્ડીઝને ફાઇનલમાં ભારતે ૪૬થી આશ્ચર્યજનક રીતે હરાવી અને જીત નોંધાવી હતી તેમજ વર્લ્ડ કપ પર કબજો મેળવ્યો હતો.

સમગ્ર ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે આશાથી વિરુદ્ધ આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું હતું અને ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ તથા વેસ્ટ ઈન્ડિઝ જેવી દિગ્ગજ ક્રિકેટ ટીમોને ધૂળ ચટાડી હતી અને ભારત વિશ્વ ચેમ્પિયન બન્યું હતું.

ફાઇનલમાં બે વખતસિંહ નો ખિતાબ મેળવનાર ઈન્ડિઝની ટીમને ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાનો મોકો આપ્યો ન હતો. એક તરફ હતી વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝની ટીમ અને બીજી તરફ હતી પાછલા બંને વર્લ્ડકપમાં ખરાબ પ્રદર્શન કરનારી ભારતીય ટીમ.

આ વખતે વેસ્ટ ઈન્ડિઝ ટોસ જીતીને ભારતને પ્રથમ બોલિંગ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું અને 54. 4 ઓવરમાં માત્ર 183 રન કરી શકી હતી. ત્યારે 60 ઓવરમાં વન ડે ના મુકાબલા યોજાતા હતા.

ભારત તરફથી કૃષ્ણામાચારી શ્રીકાંત અને સૌથી વધારે 38 રન બનાવ્યા હતા પછી ફાઈનલ માં સૌથી વધારે વ્યક્તિગત સ્કોર તેમનો રહ્યો હતો.