ન્યુ દિલ્હી

ભારતીય બોક્સર નિકહત ઝરીને ૫૧ કિલોગ્રામ તથા ગૌરવ સોલંકીએ ૫૭ કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં પરાજય મેળવ્યો હતો. ઇસ્તંબૂલના બોસફોરસ ખાતે રમાયેલી બોકિસંગ ટૂર્નામેન્ટમાં આ બંને ભારતીય બોક્સરને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો અને ભારતના અભિયાનનો પણ બે બ્રોન્ઝ સાથે અંત આવ્યો હતો. એશિયન ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડાલિસ્ટ નિકહતેઔપ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયન રશિયાની પેલ્ટસેવા એક્ટરિનાને તથા ક્વાર્ટર ફાઇનલમાં કઝાકસ્તાનની બે વખતની વર્લ્ડ ચેમ્પિયન નઝીમ કઝાઇબેને હરાવીનેઔસેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ૨૦૧૯ની વર્લ્ડ ચેમ્પિયનશિપની સિલ્વર મેડાલિસ્ટ તુર્કીની બુસેનાઝ કૈકિરોગલુ સામે નિકહતનો ૫-૦ના સ્કોરથી પરાજય થયો હતો.

મુકાબલાની પ્રારંભમાં બંને બોક્સરે ધૈર્યપૂર્ણ રમત દાખવી હતી પરંતુ પાછળથી એકબીજા સામે આક્રમણ વધાર્યું હતું. બુસેનાઝને ઘરઆંગણાનો ફાયદો મળ્યો હતો અને તેને સર્વાનુમતે વિજેતા જાહેર કરવામાં આવી હતી. કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ સોલંકીનો આજેર્ન્ટિનાના નિર્કો ક્યૂલો સામે ૫-૦થી પરાજય થયો હતો.