IPL મેચ શરૂ થતાં અમદાવાદમાં બૂકીઓના નેટવર્ક વધ્યા
22, સપ્ટેમ્બર 2021

અમદાવાદ-

ક્રિકેટ મેચો શરૂ થતા અનેકવાર તમે જાેયું હશે કે મેચ પર કરોડોના સોદા લાગે છે અને તેના પર સટ્ટો લાગે છે અને જ્યારથી આઈપીએલ મેચો શરૂ થઈ છે ત્યારના તો દુબઈ થી લઈ ભારત સુધી તમામ પ્રકારના બુકીઓ સટ્ટા લગાવવા તેમજ લોકોને આ સટ્ટાના રેકેટમાં લાવવા લોકો આ વા સટ્ટામાં કરોડો લગાવે છે. કરોડો ખોઈ નાખે છે ત્યારે હાલમાં જ આઈપીએલ મેચ શરૂ થતાં અમદાવાદમાં બુકીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ અમદાવાદમાં પોતાનું નેટવર્ક વધારી રહ્યા છે.

ઇ.ડીએ વડોદરા પાસેના ફાર્મ હાઉસમાંથી ૪૫૦૦ કરોડના ક્રિકેટ મેચના સટ્ટામાં પકડેલા કુખ્યાત બૂકીઓ કિરણ ઠક્કર ઉર્ફે માલા, ચિરાગ પરીખ, ર્ધિમન ચૌહાણ અને ટોમી ઉંઝા પણ આ વખતની કરોડો રૂપિયાનો રોજનો સટ્ટો રમી રહ્યા છે. કિરણ માલા હાલ દુબઇ રહીને ચિરાગ પરીખ તેમજ ધર્મીન ચૌહાણ, ટોમી ઉંઝા સાથે પોતાનું નેટવર્ક ચલાવી રહ્યા છે. આઈપીએલ શરૂ થતાં જ બૂકીઓ દુબઇ જઇને કરોડોનો ક્રિકેટ મેચના સટ્ટો રમે છે. પરંતુ આ વખતે તેનાથી ઊંધો ટ્રેન્ડ બૂકી બજારમાં જાેવા મળ્યો છે. દુબઇના એક વેપારીનું ૫૦૦ કરોડનું ફૂલેકુ ચાર બૂકીઓએ ફેરવ્યું હતું. જેનો રેલો અમદાવાદના મણિનગર અને સેટેલાઇટ સુધી આવ્યો છે. દુબઇ સરકારે વિલાઓમાંથી બૂકીઓને ભારત ડીપોર્ટ કર્યાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. ગોવા સરકારે કસિનોને પરમિશન આપી હોવાથી હવે કુખ્યાત બુકીઓ ગોવા તરફ પોતાની દોટ મૂકી છે. આ વર્ષે દુબઈને બદલે અમદાવાદ બૂકીઓનું ફેવરિટ હબ બન્યું છે.

દુબઈમાં તરુણ છાબરા, યતીન અને અન્ય બે બૂકીઓએ ૫૦૦ કરોડનું ફૂલેકું શેખ નામના વેપારીનું ફેરવી નાખતા તેનો રેલો અમદાવાદના મણિનગરમાં રહેતા બુકી કિરણ ઠક્કર, ર્ધિમન ચૌહાણ. ચિરાગ પરીખ, ટોમી ઉંઝા, મહાદેવ અને અન્ના સહિતના બૂકીઓ પર આવ્યો છે, જેના કારણે દુબઈ સરકારે ભારતના મોટાભાગના બૂકીઓને ડિપોટ કરી ભારત રવાના કરી દીધા છે. બૂકી કિરણ ઠક્કર હાલ પણ દુબઈ રહીને પોતાનું નેટવર્ક ચલાવી રહ્યો છે. તરુણ છાબરાએ દુબઈના વિલામાં ઓનલાઇન, બીટકોઇન, આઈપીએલ ક્રિકેટ મેચનો સટ્ટો અને કસિનોમાં ઓનલાઇન મોટાપાયે સેટઅપ ઊભું કર્યું હતું. તેણે ૧૦થી ૧૨ સ્ક્રીન હોય તેવા કંટ્રોલ રૂમો પણ બનાવ્યા હતા. તેણે જુગાર રમવા માટે વૈભવી ક્લબ બનાવ્યો હતો, જેમાં નેપાળી યુવતીઓને ડીલર (પત્તા બાંટનાર) તરીકે બોલાવતા હતા. આ દરમિયાન તરુણ છાબરા અને તેના ભાગીદારોને મોટી ખોટ જતાં તેણે દુબઈના વેપારીનું ૫૦૦ કરોડનું ફૂલેકું ફેરવી નાખ્યું હતું. આ મામલે દુબઈ પોલીસે ચારેયની ધરપકડ કરી હતી. ત્યારબાદ દુબઈ પોલીસે કડક વલણ અપનાવીને તપાસ કરતા મહાદેવ અને અન્ના નામના બૂકીના નામ ખૂલ્યાં હતાં. આ ઉપરાંત સંચાણિયા સદન અજયભાઈ (જુનાગઢ)ને પણ પોલીસે હાજર થવા માટે નોટિસ ફટકારી હતી. જેના કારણે હવે બૂકીઓ દુબઈની જગ્યાએ અમદાવાદમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ સાથે ગોઠવણ કરીને ફરી એકવાર ક્રિકેટ મેચના સટ્ટા રમવા હબ બનાવ્યું છે. અમદાવાદમાં જ ૫૦૦થી વધારે બૂકીઓ રોજનો ૫૦૦ કરોડનો સટ્ટો રમે છે અને રમાડે છે. ઊંઝાના મિલન પટેલ નામના બૂકીએ એસજી હાઈવે પર તેની ઓફિસ ચાલુ કરીને ક્રિકેટ મેચના સટ્ટાનું સામ્રાજ્ય શરૃ કર્યું છે. કરોડોની લેવડ દેવડ કરે છે, આ ખાતાનું ભાડું તેઓ મહિને ૫૦ હજાર ચૂકવે છે. આ ઉપરાંત તેઓ ઓનલાઇન ક્રિકેટ મેચનો સટ્ટો, કેસિનો, શેર બજારનો ડબ્બો, ફૂટબોલ અને ટેનિસના સટ્ટા રમાડે છે. જેમાં તેઓ રોજના ૧૦૦થી ૧૫૦ કરોડની ટ્રાન્ઝેક્શન કરે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution