નોઉ કેમ્પ

સ્પેનની મહાન ફૂટબોલ ક્લબ બાર્સિલોના માટે કંઈ જ યોગ્ય થઇ રહ્યું હોય તેમ લાગતું નથી. સોમવારે સ્પેનિશ પોલીસે ક્લબની ઘણી ઓફિસ પર દરોડા પાડ્યા હતા. અંગ્રેજી પોર્ટલ ધ ગાર્ડિયનના અહેવાલો અનુસાર ભૂતપૂર્વ ફૂટબોલર લિયોનેલ મેસ્સીના ક્લબ બાર્સિલોનાના પ્રમુખ જોસેપ મારિયા બાર્ટોમ્યુ અને હાલના સીઈઓની ધરપકડ કરવામાં આવી છે.

બારટોમેવ પર બાર્સેગેટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. આ કૌભાંડ દ્વારા મેસ્સી, ગેરાર્ડ પીક સહિતના ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ખેલાડીઓની છબીને ખરાબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.


મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર ક્લબના સીઈઓ ઓસ્કાર ગ્રાઉ અને બાર્સિલોનાના કાનૂની સેવાઓના વડા રોમન ગોમેઝ પોન્ટીની પણ ધરપકડ કરવામાં આવી છે. સ્પેનિશ પોલીસે આની પુષ્ટિ કરી છે. ખરાબ મેનેજમેન્ટ ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ જેવા ગંભીર આરોપોનો તેઓ સામનો કરી રહ્યા હતા.

બાર્ટોમ્યુ પર આરોપ છે કે તેણે તેના સન્માનની રક્ષા માટે આઈ૩ વેન્ચર્સ અને સોશ્યલ મીડિયા કંપનીઓ કામે લગાવી હતી. ત્યારબાદ સંખ્યાબંધ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને મેસી, પિક અને બાર્સિલોનાના ભૂતપૂર્વ કોચ પેપ ગાર્ડિઓલા સહિત ક્લબના ઘણા વધુ દિગ્ગજ ખેલાડીઓની છબીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે જ સમયે બાર્ટોમ્યુની વિરુદ્ધ બોલતા લોકોને પણ નુકસાન પહોંચ્યું.

મેસ્સીની ટીકા કરવામાં આવી હતી અને ક્લબમાંથી બરતરફ કરવાની વાત પર બાર્ટોમ્યુ અને તેના બોર્ડ ઓફ ડિરેક્ટરને ગયા વર્ષે ઓક્ટોબરમાં ક્લબના પ્રમુખ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. કોરોનાને કારણે આ લિજેન્ડરી ક્લબને પણ ઘણી મુશ્કેલી સહન કરવી પડી.

મેસ્સીએ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે બાર્ટોમ્યુએ ક્લબના પ્રમુખ તરીકે તેમને પરેશાન કર્યા હતા. તેઓએ તેની સાથે છેતરપિંડી પણ કરી હતી. મેસ્સીએ કહ્યું કે હું મારા અંગત જીવન વિશે વધુ વાત કરતો નથી. તેથી તેઓએ મને સુ કહ્યું કહ્યું કે વચન આપ્યું છે તે હું કહી શકતો નથી. પરંતુ છેતરપિંડી મારી સાથે થઈ.

તાજેતરમાં બાર્સિલોનાના તત્કાલીન સ્પોર્ટ્‌સ ડિરેક્ટર એરિક એબીડલે ટીમના નબળા પ્રદર્શન અંગે ટિપ્પણી કરી હતી. ત્યારબાદ બાર્સિલોનાના કેપ્ટન મેસ્સીએ તેના પર મૌન તોડી આબીદલને ઠપકો આપ્યો.તેમણે કહ્યું હતું કે મને લાગે છે કે દરેક વ્યક્તિએ તેમની ભૂમિકા અને જવાબદારીનું ધ્યાન રાખવું જોઈએ. એક ટીમ તરીકે આપણે જાણીએ છીએ કે આપણે સારુ રમી રહ્યા નથી. આબીદલ જેવા લોકો કે જેઓ રમતગમત વિભાગમાં છે તેમને પોતાની ભૂમિકા વિશે પણ જાણવું જોઈએ.

એક અઠવાડિયા પછી બાર્સેલોના ક્લબ માટે પ્રેસિડેન્સીઅલ ચૂંટણી પણ યોજાશે. આ માટે ૨૦ હજારથી વધુ સભ્યોએ પોસ્ટલ બેલેટ દ્વારા પણ મતદાન કર્યું છે. પ્રેસિડેન્સીઅલની ચૂંટણી માટે ૩ ઉમેદવારો મેદાનમાં છે. તેમાં વિક્ટર ફ્રન્ટ, જોન લાપોર્ટા અને ટોની ફ્રીયા શામેલ છે. તેમના ભવિષ્યનો ર્નિણય અંતિમ મતપત્રક દ્વારા લેવામાં આવશે.