મુંબઇ-

ભારતીય ટીમએ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાતી સીરીઝની ત્રીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૧૦ વિકેટથી હરાવી દીધું. આ મેચ બે દિવસ જ ચાલી શકી ત્યારબાદ પિચને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ. આ અંગે દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગવાસ્કરએ કહ્યું કે પિચ પર જરૂરી ટર્ન અને બાઉન્સ મળી રહ્યા હતા પરંતુ ટેસ્ટ બેટસમેનને આ પ્રકારની બોલિંગનો સામનો કરતા આવડવું જાેઇએ.

ગવાસ્કરે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમદાવાદમાં બેટસમેન ખુદ પોતાની વિકેટ માટે જવાબદાર હતા. તેમણે કહ્યું કે આ એવી પિચ નહોતી જ્યાં બોલ સતત ખરાબ વ્યવહાર કરી રહ્યા હતા. કંઇ જ એવું નહોતું જે ખતરનાક લાગે. ના તો કોઇ મોટો બાઉન્સ દેખાયો. અહીં ઉછાળો હતો પરંતુ સ્પિન પણ મળી રહ્યો હતો. મારું માનવું છે કે ટેસ્ટ મેચ રમનાર બેટસમેનને ટર્ન કે સ્પિનને સંભાળવામાં સક્ષમ હોવું જાેઇએ.

તેમણે આગળ કહ્યું કે પડકારજનક હતું પરંતુ એટલું પણ નહીં. જાે તમે બેટસમેનને જુઓ તો તેમણે પોતાની વિકેટ ખુદ ગુમાવી. પિચ કરતાં એ માનસિકતા અંગે વધુ હતી જે તેમને નીચે પાડી રહી હતી. રોહિત શર્માએ બંને ઇનિંગ્સમાં બેટિંગ કરી દેખાડ્યું કે તમે આ પિચ પર પણ રન બનાવી શકો છો. ડાબા હાથના સ્પિનર અક્ષર પટેલ અને અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના દમ પર ભારતે ઇંગ્લેન્ડને ત્રીજી ટેસ્ટ મેચમાં ૧૦ વિકેટથી હરાવી દીધું. આ મેચ માત્ર ૨ દિવસ સુધી ચાલી અને માત્ર ૮૪૨ બોલ ફેંકાયા.