લાહોર

ત્રીજી અને નિર્ણાયક ટી-૨૦ મેચમાં પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાને ચાર વિકેટથી હરાવી ત્રણ મેચની શ્રેણી ૨-૧થી જીતી લીધી હતી. આ સાથે તે ૧૦૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ જીતવારી વિશ્વની પ્રથમ ટીમ બની.

લાહોરના ગદ્દાફી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ નિર્ણાયક મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલર (૮૫ *) ની શાનદાર અડધી સદીની ઇનિંગ્સના આભારી આઠ વિકેટ ગુમાવી ૧૬૪ રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાને આ મેચ બાકીના આઠ બોલમાં જીતી લીધી હતી. પાકિસ્તાન તરફથી મોહમ્મદ રિઝવાન (૪૨) અને બાબર આઝમ (૪૪) સિવાય હસન અલીનું મહત્વનું યોગદાન હતું. હસન અલીએ સિક્સ મારી મેચ જીતાડી હતી. દક્ષિણ આફ્રિકા તરફથી તાબ્રેઝ શમસીએ ૨૫ રનમાં ચાર વિકેટ ઝડપી હતી.

પાકિસ્તાને અત્યાર સુધીમાં ૧૬૪ ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આમાં પાકિસ્તાને ૧૦૦ મેચ જીતી છે, જ્યારે તે ૫૯ મેચોમાં હારી છે. હકીકતમાં ત્રણ મેચની ટી -૨૦ શ્રેણીની પહેલી મેચ પાકિસ્તાને ત્રણ રને જીતી હતી, જ્યારે બીજી ટી -૨૦ માં યજમાનોની છ વિકેટથી હાર થઈ હતી.