નવી દિલ્હી

ફ્રી સ્ટાઇલ અને ગ્રીકો રોમન શૈલીમાં સિનિયર એશિયન રેસલિંગ ચેમ્પિયનશીપ માટે દરેક ચાર-ચાર રેસલર્સની પસંદગી કરવામાં આવી છે. તેની જાહેરાત રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા (ડબ્લ્યુએફઆઈ) દ્વારા કરવામાં આવી હતી. ડબલ્યુએફઆઈએ એક નિવેદન બહાર પાડ્યું છે કે રવિન્દર (૬૧ કિગ્રા), કરણ (૭૦ કિગ્રા), નરસિંહ યાદવ (૭૯ કિગ્રા) અને સંજીત (૯૨ કિગ્રા) ની ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે, જ્યારે સંદીપ (૫૫ કિગ્રા), નીરજ (૬૩ કિગ્રા) ગ્રીકો રોમન શૈલી માટે કુલદીપ મલિક (૭૨ કિગ્રા) અને હરપ્રીત (૮૨ કિગ્રા) ની પસંદગી કરવામાં આવી છે. અહીંના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ ખાતે બે નોન ઓલિમ્પિક વજન કેટેગરીઝ, ફ્રી સ્ટાઇલ અને ગ્રીકો રોમન સ્ટાઇલ પસંદગી ટ્રાયલ્સ યોજવામાં આવી હતી. સોમવારે ડબ્લ્યુએફઆઈએ એશિયન ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ઇવેન્ટ માટે ૫ મહિલા રેસલરો અને ૯ થી ૧૮ એપ્રિલ દરમિયાન કઝાકિસ્તાનમાં યોજાનારી સિનિયર એશિયા રેસલિંગ ચેમ્પિયનશીપના નામની જાહેરાત કરી હતી. પસંદગી કરાયેલા કુસ્તીબાજોમાં સીમા (૫૦ કિગ્રા), અંશુ મલિક (૫૭ કિગ્રા), સોનમ મલિક (૬૨ કિગ્રા), નિશ (૬૮ કિગ્રા) અને પૂજા (૭૬ કિગ્રા) હતા.