ઈંગલેન્ડ-

હેડિંગ્લે સ્ટેડિયમમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડે ભારતને ઈનિંગ્સ અને 76 રનથી હરાવ્યું હતું અને આ સાથે તેણે પાંચ મેચની સીરિઝ 1-1થી બરાબરી કરી હતી. ઈંગ્લેન્ડે આ મેચમાં ભારત પર સંપૂર્ણ રીતે દબાણ જાળવી રાખ્યું હતું. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ તેનો નિર્ણય સફળ રહ્યો ન હતો. ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ભારતને 78 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડે પોતાની પ્રથમ ઈનિંગમાં 432 રન બનાવી ભારત પર 354 રનની મજબૂત લીડ મેળવી હતી. આ લીડ સામે ભારતે બીજી ઈનિંગ્સમાં માત્ર 278 રનમાં આઉટ થયા બાદ મેચ ગુમાવી દીધી હતી. ભારત તરફથી ચેતેશ્વર પૂજારાએ સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. કેપ્ટન વિરાટ કોહલીએ 55 રન બનાવ્યા હતા. આ બે સિવાય રોહિત શર્માએ 59 રન બનાવ્યા હતા. ભારતે દિવસની શરૂઆત બે વિકેટે 215 રનથી કરી હતી. ઈંગ્લેન્ડે શનિવારે ચોથા દિવસે ભારતને હારવા માટે મજબૂર કરી દીધું હતું, પ્રથમ સત્રમાં ભારતની બાકીની આઠ વિકેટ માત્ર 63 રનમાં મેળવી હતી. લીડ્સ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શરમજનક હાર થઈ છે. તેણે ઇનિંગ અને 76 રનથી હારનો સામનો કરવો પડ્યો. ઇંગ્લેન્ડની ટીમ આ જીત સાથે 5 મેચની સીરીઝમાં 1-1થી સરભર થઇ છે. સીરીઝી ચોથી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર 2 સપ્ટેમ્બરે રમાશે.