પેરાગ્વે

સાઉથ અમેરિકા ફૂટબૉલ ફેડરેશને ઓસ્ટ્રેલિયા અને કતારમાં કોપા અમેરિકા ફૂટબૉલ ટૂર્નામેન્ટમાંથી પીછેહઠ કર્યા બાદ ટૂર્નામેન્ટ માટે મેચોનું નવું શેડ્યૂલ જાહેર કર્યું છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ટુર્નામેન્ટની શરૂઆત ૧૩ જૂનથી બ્યુનોસ એર્સના સ્મારક સ્ટેડિયમ ખાતે આજેર્ન્ટિના અને ચિલી વચ્ચેની મેચથી થશે. તે જ દિવસે બીજી મેચમાં પેરાગ્વે અને બોલિવિયાની ટીમો મેન્ડોઝાના માલ્વિનાસ આજેર્ન્ટિનાસ સ્ટેડિયમમાં ટકરાશે. કોપા અમેરિકાનું ૪૭ મો સત્ર ૨૦૨૦ માં આજેર્ન્ટિના અને કોલમ્બિયામાં યોજવાનું હતું. પરંતુ કોરોના રોગચાળાને કારણે મોકૂફ રાખવામાં આવ્યું. વિશ્વની સૌથી જૂની આંતરરાષ્ટ્રીય ફૂટબૉલ ટૂર્નામેન્ટ્‌સમાંની એક કોપા અમેરિકા પ્રથમ વખત બે દેશોમાં યોજાશે. ૨૦૨૨ એશિયા વર્લ્ડ કપ ક્વોલિફાયરને કારણે ઓસ્ટ્રેલિયા અને કતારે ગયા મહિને કોપા અમેરિકાથી પાછા ફરવાની ઘોષણા કરી હતી. આજેર્ન્ટિના, બોલિવિયા, ઉરુગ્વે, ચિલી અને પેરાગ્વે દક્ષિણ જૂથમાં છે જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન બ્રાઝિલ, કોલમ્બિયા, વેનેઝુએલા, એક્વાડોર અને પેરુ ઉત્તરીય વિભાગમાં છે. આ ટુર્નામેન્ટની અંતિમ મેચ ૧૦ જુલાઈએ કોલમ્બિયાના બાનર્ક્વિલામાં રમાશે.