મુંબઇ

વિશ્વની સૌથી લોકપ્રિય T20 ટુર્નામેન્ટ ઇન્ડીયન પ્રિમિયર લીગ પર કોરોના વાયરસનો ખતરો મંડરાવવા લાગ્યો છે. લીગ હાલમાં શરુ પણ નથી થઇ ત્યા એ પહેલા જ મુંબઇના વાનખેડે સ્ટેડીયમથી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે. કલકત્તા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નિતીશ રાણા  બાદ હવે વાનખેડે સ્ટેડિયમમાં કોરોના વાયરસથી 8 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં IPL ની 14મી સિઝનની 10 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ મેચ 10 થી 25 એપ્રિલ વચ્ચે કરવામાં આવનાર છે. આ વખતે આઇપીએલની શરુઆત 9મી એપ્રિલ થી ચેન્નાઇથી કરવામાં આવનાર છે. આ દરમ્યાન કોરોના વાયરસના વધતા જતા પ્રમાણેને લઇને BCCI ની પણ ચિતા વધી ચુકી છે.

મિડીયા રિપોર્ટનુસાર, કોરોના વાયરસની હાલની જાણકારી મુજબ વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ કર્માચારીઓ આ ખતરનાક વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે. રિપોર્ટમાં દર્શાવાયુ છે કે, પાછલા સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોનો રિપોર્ટ પહેલા જ આવી ગયો હતો. જ્યારે પાંચ અન્ય ગ્રાઉન્ડ કર્મચારીઓની પહેલી એપ્રીલ એ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગત વર્ષે પણ કોરોના વાયરસને લઇને આઇપીએલની13 મી સિઝનને યુએઇમાં ખસેડવામાં આવી હતી.

હાલમાં કોરોના પોઝિટીવ આવવાની ઘટનાને લઇને તે માટે લેવામાં આવી રહેલા પગલાઓની જાણકારી મેળવવામા આવી રહી છે. કોરોના વાયરસનો નવો વિસ્ફોટ IPL ની 14 મી સિઝન શરુ થવાના એક સપ્તાહ અગાઉ જ થયો છે. જેની ઉદઘાટન મેચ ચેન્નાઇમાં રમાનારી છે. જેમાં મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આમનો સામનો થનારો છે. આ પહેલા કલકત્તા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નિતીશ રાણા પણ કોરોના સંક્રમિત જણાયો હતો. જોકે તે બે દિવસ પહેલા જ સ્વસ્થ થઇ ચુક્યો હોવાની જાણકારી પણ જારી કરવામાં આવી હતી. કેકેઆરના મેનેજમેન્ટ દ્રારા તેની અપડેટ જારી કરવામાં આવી હતી.