મોનાકો 

સ્ટેફનોસ સીતીપાસે મોન્ટે કાર્લો માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં રવિવારે આન્દ્રે રુબલેવને હરાવીને વર્ષનું પહેલું અને છઠ્ઠું કારકિર્દી ટાઇટલ જીત્યું. ચોથા ક્રમાંકિત ગ્રીક ખેલાડીએ આ સમયગાળા દરમિયાન સમગ્ર ટૂર્નામેન્ટમાં એક પણ સેટ ગુમાવ્યો ન હતો. તેઓએ ફાઈનલમાં છઠ્ઠા ક્રમાંકિત રશિયન આન્દ્રે રુબલેવને ૬-૩,૬-૩ થી હરાવ્યો હતો.

બંને વચ્ચે સાત મુકાબલામાં ૨૨ વર્ષીય સીટિપાસની આ ચોથી જીત છે. તેણે ફ્રેન્ચ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં ૨૩ વર્ષીય રુબલેવને પણ હરાવ્યો હતો. આ પહેલાચોથા ક્રમાંકિત સ્ટેફનોસ સીટીપાસે શનિવારે મોન્ટે કાર્લો માસ્ટર્સ ખાતે ડેન ઇવાન્સને હરાવીને પ્રથમ વખત આ ટેનિસ સ્પર્ધાની ફાઈનલમાં પહોંચ્યો હતો. જ્યારે આન્દ્રે રુબલેવ રુડ ને ૬-૩, ૭-૫ થી હરાવીને પ્રથમ એટીપી માસ્ટર્સ ૧૦૦૦ ની ફાઇનલમાં સ્થાન બુક કરાવ્યું હતું.