બ્યુનોસ એર્સ 

આર્જેન્ટિનાના દિગ્ગજ ફુટબોલર ડિએગો મેરડોનાના નિધન સંદર્ભમાં આર્જેન્ટીના પોલીસ મેરડોનાના પર્સનલ ડોકટરોના ઘરની અને ઓફિસની તપાસ કરી રહી છે.

મેરડોનાના ન્યુરોલોજિસ્ટ ડોકટર જિઓપોલ્ડો લ્યુકની ઓફિસની બહાર કેટલાક પોલીસ કર્મચારીઓ તપાસ કરતા જોવા મળ્યા હતા. એવો આરોપ મુકવામાં આવી રહ્યો છે કે ડોકટરે લાપરવાહી દાખવીને ખોટી દવા આપી હતી એને કારણે મેરડોના મૃત્યુ પામ્યો હતો. બુધવારે મેરડોનાના નિધન પહેલા કરવામાં આવેલી તેની સારવાર વિશે તપાસકર્તાઓ મેરડોનાના સંબંધીઓ પાસેથી ડિક્લેરેશન મેળવી રહ્યા છે. ફરિયાદી સેન ઇસિડ્રોએ જણાવ્યા પ્રમાણે તપાસકર્તાઓ મેરડોનાના મેડીકલ રિપોટ્સ છુપાવી રહ્યા છે. ગુરુવારે આ દિગ્ગજ ફુટબોલ પ્લેયરને અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી હતી. હાર્ટએટેકને કારણે મેરડોનાનું મૃત્યુ થયું હતું.