માંચેસ્ટર-

પાકીસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ ટી20ની શ્રેણીના બીજા મેચમાં ગઈકાલે ઈંગ્લેન્ડે પ્રવાસી ટીમને પાંચ વિકેટે પરાજીત કરીને શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. શ્રેણીનો પ્રથમ મેચ વરસાદના કારણે ધોવાઈ જતા પડતો મુકવો પડયો હતો.

ગઈકાલે પાક ટીમે તેના 20 ઓવરના કવોટામાં 4 વિકેટે 195 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડની ટીમે 19.1 ઓવરમાં જ ટાર્ગેટને હાંસલ કરતા 5 વિકેટે 199 રન ફટકારીને મેચ જીતી લીધો હતો. પાક તરફથી ઓપનર બાબરની 44 દડામાં 56 રનની અદભૂત ઈનિંગ્સ ઉપરાંત મોહમ્મદ હાફીસ 36 દડામાં 69 રન ફટકાર્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ વતી વનડાઉન બેટસમેન ડી.જે.માલાનના અણનમ 54 કેપ્ટન મોર્ગનના 33 દડામાં 66 રનની ઈનિંગ્સથી મેચ જીતીને પાક ટીમની બોલીંગ નબળાઈ છતી કરી હતી. જે.પી.મોર્ગનને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.