ICC એ વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર પર આ આરોપ લગાવ્યો, 14 દિવસમાં જવાબ માંગ્યો
23, સપ્ટેમ્બર 2021

લંડન-

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એ ભૂતપૂર્વ વેસ્ટ ઈન્ડિઝ ટીમના ઓલરાઉન્ડર માર્લોન સેમ્યુઅલ્સ પર ભ્રષ્ટાચાર વિરોધી કોડ હેઠળ આરોપ લગાવ્યો છે. આઈસીસીએ જણાવ્યું હતું કે અમીરાત ક્રિકેટ બોર્ડ (ઈસીબી) દ્વારા સેમ્યુઅલ્સ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. નવેમ્બર ૨૦૨૦ માં તમામ પ્રકારના વ્યાવસાયિક ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરનાર સેમ્યુઅલ્સT‌-૧૦  લીગની છેલ્લી આવૃત્તિનો ભાગ રહ્યો છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સેમ્યુઅલ્સ પર "T‌-૧૦ લીગ સહભાગીઓ માટે તેમના ભ્રષ્ટાચાર વિરોધી કોડના કોડ ચાર" નો ભંગ કરવાનો આરોપ છે. T ‌-૧૦ લીગ જેને અબુ ધાબી T-૧૦ લીગ તરીકે પણ ઓળખવામાં આવે છે, સંયુક્ત આરબ અમીરાતમાં ૨૦૦૭ થી યોજાયેલી વાર્ષિક ક્રિકેટ ટુર્નામેન્ટ છે.

આઇસીસી દ્વારા સેમ્યુઅલ્સને તેમના પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપવા માટે ૧૪ દિવસનો સમય આપવામાં આવ્યો છે. ત્યાં સુધી ક્રિકેટ બોડી તેમની સામેના આરોપો અંગે કોઈ વધુ નિવેદન બહાર પાડશે નહીં.

નોંધનીય છે કે સેમ્યુઅલ્સે ૨૦૦૦ થી ૨૦૧૮ ની વચ્ચે વેસ્ટ ઈન્ડિઝની આંતરરાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવ્યું હતું અને ૨૦૧૨ અને ૨૦૧૬ માં બે ટી-૨૦ વર્લ્ડ કપમાં ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. એકંદરે, તેણે ૭૧ ટેસ્ટ, ૨૦૭ વનડે અને ૬૭ ટી ૨૦ રમી છે જેમાં તેણે ૧૧,૧૩૪ રન બનાવ્યા અને ૧૫૨ વિકેટ લીધી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution