/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

આઈપીએલના જીવંત પ્રસારણમાં 200 બ્રાન્ડ પોતાની એડ કરી જોડાશે

મુંબઈ-

આગામી તા. 19થી પ્રારંભ થનારા આઈપીએલમાં ક્રિકેટ બોર્ડને કદાચ સ્પોન્સરશીપ શોધવાની મુશ્કેલી પડી હશે પરંતુ બ્રોડકાસ્ટર્સને આ આઈપીએલ જંગી નફો કરાવી જશે તેવા સંકેત છે. ખાસ કરીને પ્રેક્ષકો વગર અને ભારત બહાર રમાતા આ આઈપીએલને માણવા માટે ભારતના કરોડો ક્રિકેટ ચાહકો ઉત્સુક છે. લાંબા સમયથી ક્રિકેટની મજા ભારતીયો મિસ કરી રહ્યા છે.

તેથી જીવંત પ્રસારણમાં 200થી વધુ બ્રાન્ડ બ્રોડકાસ્ટીંગ સાથે જોડાઈ છે અને સ્ટાર ઇન્ડીયા માટે નવો તડાકો પડ્યો છે. ક્રિકેટ બોર્ડની સ્પોન્સરશીપમાં ડ્રીમ-11 સહિતની 6 બ્રાન્ડ છે. જ્યારે ઓન એર એડમાં 80 જેટલી બ્રાન્ડ અત્યારથી બૂક થઇ ગઇ છે અને 30થી 40 વધુ બ્રાન્ડ આગામી દિવસોમાં આઈપીએલ સાથે જોડાઈ જશે તથા જેમ જેમ સ્પર્ધા આગળ વધી જશે તેમ ખાલી સ્લોટ માટે સ્પર્ધા વધશે અને માનવામાં આવે છે. આઈપીએલમાં કુલ 200 બ્રાન્ડ પોતાની એડ કરશે. ખાસ કરીને આ વર્ષે એફએમસીજી કે જે ખાદ્ય પદાર્થ તથા ઘરેલુ ઉત્પાદનો વેચે છે તેઓ આ આઈપીએલનો લાભ ઉઠાવવા પૂરેપૂરી તૈયાર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution