દિલ્હી-

આ વર્ષના અંતમાં ક્રિકેટનો મહાકુંભ આઇસીસી ટી૨૦ વર્લ્ડકપ રમાવવાનો છે. આયોજનમાં સમય છે, પરંતુ સંભવિત ભારતીય ટીમ માટે અત્યારથી જ ચર્ચાઓ શરૂ થઇ ચૂકી છે. કેટલાય દિગ્ગજાેએ પોત પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. હવે આ લિસ્ટમાં વિરેન્દ્ર સહેવાગ અને આશિષ નેહરાનુ નામ પણ ઉમેરાઇ ગયુ છે. આ બન્ને ખેલાડીઓએ સંયુક્ત રીતે ભેગા મળીને એક બેસ્ટ ભારતીય પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. ટી૨૦ વર્લ્ડકપ આગામી ૧૭ ઓક્ટોબરથી યુએઇ અને ઓમાનમાં રમાવવાનો છે, જેની ફાઇનલ મેચ ૧૪ નવેમ્બરે રમાશે.

આને લઇને સિલેક્ટર અને ટીમ મેનેજમેન્ટ ટીમ સંયોજન દુરસ્ત કરવામાં લાગ્યા છે. શ્રીલંકા સીરીઝ પણ આ પ્લાનિંગનો ભાગ છે. જાેકે, હાલના સમયમાં ઓપ્શન ઝડપથી સામે આવી રહ્યાં છે. જેથી આ તમામ ખેલાડીઓમાંથી સિલેક્શન કરવુ પસંદગીકારો માટે માથાનો દુઃખાવો છે, કેમકે કોને ટીમમાં રાખવો અને કોને બહાર રાખવો તે પસંદગીકારોની મોટી સમસ્યા બની ગઇ છે. ટૂર્નામેન્ટ શરૂ થતા જ ભારતીય ટીમની ફાઇનલ પ્લેઇંગ ઇલેવન સામે આવશે. પરંતુ સહેવાગ અને નેહરાએ પસંદ કરેલી પ્લેઇંગ ઇલેવન હટકે છે, અને સોશ્યલ મીડિયા પર છવાઇ ગઇ છે. એક વેબસાઇટ સાથે વાતચીત કરતા, બન્ને સંયુક્ત રીતે મળીને ભારતીય ટીમની ફાઇનલ ઇલેવન પસંદ કરી છે. આમાં ટૉપના ત્રણ સ્થાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને કેએલ રાહુલને આપ્યા છે. બન્નેએ કેએલ રાહુલને નંબર ત્રણ બેટ્‌સમેને તરીકે ફિટ કર્યો છે. ૧. વિરાટ કોહલી (કેપ્ટન) ૨. રોહિત શર્મા ૩. કેએલ રાહુલ ૪. ઋષભ પંત ૫. સૂર્યકુમાર યાદવ ૬. હાર્દિક પંડ્યા ૭. રવિન્દ્ર જાડેજા ૮. વૉશિંગટન સુંદર ૯. ભુવનેશ્વર કુમાર ૧૦. જસપ્રીત બુમરાહ ૧૧. યુજવેન્દ્ર ચહલ. જાેકે આ ટીમમાં હાર્દિક પંડ્યાનુ નામ થોડુ વિચિત્ર છે, કેમકે હાલ તે ફોર્મ અને ફિટનેસ સામે ઝઝૂમી રહ્યો છે. પરંતુ બાકીના ખેલાડીઓનુ સિલેક્શન એકદમ બરાબર છે.