નવી દિલ્હી

રોમા ખન્નાએ વ્યક્તિગત કારણોને આપીને શનિવારે ભારતમાં યોજાનારા ફિફા (ઈન્ટરનેશનલ ફેડરેશન ઓફ એસોસિયેશન ફુટબોલ) અન્ડર-૧૭ મહિલા વર્લ્ડ કપ અને છહ્લઝ્ર મહિલા એશિયા કપના ટુર્નામેન્ટ ડિરેક્ટર તરીકેના પદથી રાજીનામું આપ્યું છે.રોમાએ ૨૦૧૯માં અંડર -૧૭ વર્લ્ડ કપ માટેની હરાજીની પ્રક્રિયાની આગેવાની લીધી હતી અને પછીથી તેઓની સ્થાનિક આયોજન સમિતિના ટૂર્નામેન્ટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેઓએ આગામી વર્ષે જાન્યુઆરીમાં યોજાનારા મહિલા એશિયન કપ માટે હરાજી કરવાની પ્રક્રિયામાં પણ સફળ આગેવાની કરી હતી. રોમાએ શનિવારના રોજ તેના નિવેદનમાં કહ્યું કે, હું અખિલ ભારતીય ફૂટબોલ સંઘ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સંસ્થાનો મારા પર ભરોસો કરવા બદલ આભાર વ્યક્ત કરૂ છું.

તેમણે કહ્યું, ભારતમાં ટુર્નામેન્ટનું નેતૃત્વ કરવું એ સન્માનની વાત છે. મને સ્થાનિક આયોજક સમિતિએ કરેલા કામ પર ગર્વ છે અને હું ટીમની આભારી છું જે ભારતમાં મહિલા ફૂટબોલના મહત્વને વધારવા તરફ સમાન વલણ ધરાવે છે" તેણે કહ્યું, ૨૦૨૨એ ભારતના ફૂટબોલ અને મહિલા રમતો માટે મોટું વર્ષ રહેશે અને હું ભારતીય મહિલા ટીમોને ખુશ કરવા માટે ઉત્સુક છું."

ફુટબોલ ફેડરેશનના જનરલ સેક્રેટરી કુશાલ દાસે કહ્યું કે, રોમાએ ભારતીય ફૂટબોલની પ્રગતિમાં ઘણું યોગદાન આપ્યું છે. તેઓએ કહ્યું કે, રોમા લગભગ ૧૦ વર્ષોથી સાથે જોડાયેલી છે અને તેઓએ દેશમાં ફૂટબોલની પ્રગતિ માટે ઘણા કાર્યો કર્યા છે.ભારત ફિફા અંડર-૧૭ મહિલા વર્લ્ડ કપનું આયોજન ૨૦૨૦માં ૨થી ૨૧ નવેમ્બર દરમિયાન કરવાનું હતું પરંતુ કોવિડ-૧૯ મહામારીને કારણે તેને રદ્દ કરવામાં આવ્યું હતું. જેને ફિફાને ૨૦૨૨ માં આગામી તબક્કાની હોસ્ટિંગની જવાબદારી સોંપવાની ઘોષણ કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ૮ એપ્રિલ ૨૦૨૧ના રોજ ફિફાએ એક સ્ટેટમેન્ટ જાહેર કરતાં કરતાં જણાવ્યું હતું કે, "લાહોરમાં પાકિસ્તાન ફૂટબોલ ફેડરેશનના મુખ્ય કાર્યાલય ખાતે કરવામાં આવેલા વિરોધ અને ફિફા દ્વારા નિમાયેલી નોર્મલાઈઝેશન સમિતિને હટાવવાને કારણે તેમને બેન કરવામાં આવ્યા છે."