નવી દિલ્હી 

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ડબ્લ્યુટીસી) ની અંતિમ મેચ ડ્યુક્સ બ્રાન્ડ બોલથી રમવામાં આવશે. ડબલ્યુટીસીની ફાઇનલ લંડનના લોર્ડ્‌સ ગ્રાઉન્ડ ખાતે યોજાવાની હતી પરંતુ હવે તે સાઉધમ્પ્ટનમાં યોજાશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) એ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના ઉદ્‌ઘાટન સત્રની ફાઇનલની સત્તાવાર જાહેરાત કરી દીધી છે કે ટૂર્નામેન્ટની ફાઇનલ ક્યારે અને ક્યાં રમાશે. આઈસીસીએ પોતાની સત્તાવાર વેબસાઇટ પર જાણકારી આપી છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનાર ફાઇનલ મેચ ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટન શહેરના હેમ્પશાયર બાઉલમાં રમાશે. કોરોના વાયરસથી થતાં પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને આઇસીસીએ લોર્ડ્‌સને બદલે સાઉથમ્પ્ટનના હેમ્પશાયર બાઉલ સ્ટેડિયમમાં ફાઇનલ કરવાનો વિચાર કરવો પડ્યો છે. ભારતે તાજેતરમાં જ ચાર મેચની શ્રેણીમાં ઇંગ્લેન્ડને ૩-૧ થી હરાવીને ડબ્લ્યુટીસીની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ન્યુઝીલેન્ડ આ માટે પહેલાથી ક્વોલિફાય થઈ ગયું છે. બંને ટીમો વચ્ચે ૧૮ થી ૨૨ જૂન ફાઇનલ મેચ રમાવાની છે. આ મેચ માટે ૨૩ જૂને રિઝર્વ ડે નક્કી કરાયો છે