કેનબેરા-

ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ હાલમાં સાઉથ આફ્રિકાના પ્રવાસે છે.ટી-20 સિરિઝ બાદ 3 મેચની વન ડે સિરિઝને હવે કોરોનાનુ વિઘ્ન નડ્યુ છે. કોરોનાના કારણે સાઉથ આફ્રિકા અને ઈંગ્લેન્ડ વચ્ચેની પહેલી વન ડે ફરી એક વખત રદ કરવી પડી છે બંને ટીમો વચ્ચે કેપટાઉનમાં પહેલી વન ડે રમાવાની હતી.જોકે સાઉથ આફ્રિકાના એક પ્લેયરને ટીમ કેપટાઉન પહોંચી તે પહેલા કોરોનાનુ સંક્રમણ લાગ્યુ હતુ.જેના પગલે મેચ પાછી ઠેલવામાં આવી હતી.એ પછી સાઉથ આફ્રિકાની ટીમના તમામ સભ્યોનો કોરોના ટેસ્ટ કરાયો હતો. ટીમના તમામ સભ્યોનો ટેસ્ટ નેગિટવ આવ્યા બાદ વન ડે આજે રમાવાની હતી પણ આજે ટીમો જે હોટલમાં રોકાઈ છે ત્યાંના બે કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી વન ડે મેચ પાછી ઠેલવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ટી-20 મેચમાં ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરીને સિરિઝ 3-0થી જીતી લીધી છે અને હવે બંને ટીમો વચ્ચે વન ડે સિરિઝ રમાવાની છે. કોરોનાના સંક્રમણ વચ્ચે ક્રિકેટ ફરી શરુ થયુ છે.હાલમાં ભારતની ટીમ ઓસ્ટ્રેલિયા તેમજ પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે.જોકે કોરોનાના કારણે મેચ રોકવી પડી હોય તેવી કદાચ આ પહેલી ઘટના છે.