/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

અનુષ્કા-વિરાટને લઇ આપેલા નિવેદન પર સુનીલ ગાવસ્કરની ચોખ્ખવટ

દુબઈ

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કર આઈપીએલની રૉયલ ચેલેન્જર્સ બેંગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચેની મેચમાં વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પર કૉમેન્ટ કરીને ફસાઈ ગયા છે અને તેમણે વિવાદનો સામનો કરવો પડી રહ્યો છે. સુનીલ ગાવસ્કરે કિંગ્સ ઇલેવન પંજાબની વિરુદ્ધ વિરાટ કોહલીના ફ્લોપ થયા બાદ કૉમેન્ટ કરી કે, લૉકડાઉનમાં તેમણે ફક્ત અનુષ્કા શર્મા સાથે બૉલિંગની પ્રેક્ટિસ કરી છે, તેનાથી તો કંઇ નથી થવાનું.

ત્યારબાદ આ કૉમેન્ટને ‘અભદ્ર’ ગણાવવામાં આવી અને અનુષ્કા પૂર્વ ભારતીય ટીમના કેપ્ટન પાસે આનો જવાબ માંગ્યો. અનુષ્કાએ લખ્યું કે, ‘મિસ્ટર ગાવસ્કર તમારો સંદેશ ગંદો હતો, આ તો સત્ય છે, પરંતુ હું ઇચ્છીશ કે તમે આનો જવાબ આપો કે તમે એક પત્ની પર આવી બેકાર ટિપ્પણી કરવાનું કઈ રીતે વિચાર્યું જેમાં તેના પર તેના પતિની રમતનો આરોપ લગાવ્યો.’ હવે અનુષ્કાની પ્રતિક્રિયા પર ગાવસ્કરે કહ્યુ કે, મે મારી કૉમેન્ટમાં ફક્ત વિરાટની પ્રેક્ટિસની ઉણપ વિશે કહ્યુ હતુ. આમાં કંઇ પણ ગંદુ નથી.

ગાવસ્કરે કહ્યુ  કે, “મે વિરાટની અસફળતા માટે અનુષ્કાને બ્લેમ નથી કરી. મારા શબ્દોને ખોટી રીતે તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યા. હું અનુષ્કા અને વિરાટને કહું છું કે એકવાર મારી ક્લિપને ધ્યાનથી સાંભળે. મારા તરફથી કોઈ ખોટો વિચાર નથી.” ઉલ્લેખનીય છે કે કિંગ્સ ઇલેવન પંજાબની સામે કોહલીએ નિરાશાજનક પ્રદર્શન કર્યું. મેચ દરમિયાન તેણે ૨ કેચ છોડ્યા અને બેટિંગમાં પણ તે અસફળ રહ્યો.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution