ન્યૂ દિલ્હી,

૯મી એપ્રિલ થી ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૪મી સિઝન શરૂ થવા જઇ રહી છે. આ પહેલા કેટલીય ટીમોમાં મોટાપાયે ફેરફાર થયા છે, ખેલાડીઓની સાથે સાથે કેટલીક ટીમોએ પોતાની ટીમની જર્સી પણ બદલી છે. પરંતુ આ નવી જર્સીને લઇને સીએસકે મુશ્કેલીમાં મુકાઇ ગયુ છે. ઇંગ્લેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર મોઇન અલીએ ટીમની જર્સી પહેરાવાની ચોખ્ખી ના પાડી દેતા મેનેજમેન્ટને મોટો ફેરફાર કરવો પડ્યો છે. ઇંગ્લેન્ડ ના ઓલરાઉન્ડર મોઇન અલી આ વખતે આઇપીએલમાં ત્રણ વાર વિજેતા રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ માટે રમવાનો છે. રિપોર્ટ પ્રમાણે ટીમની જર્સી પહેરતા પહેલા મોઇન અલીએ ટીમ મેનેજમેન્ટ પાસે એક શરત કરી હતી, તેને ટીમે માની લીધી છે. ખરેખરમાં સીએસકેની નવી જર્સી પર એક દારુના બ્રાન્ડનો લૉગો હતો જેને મોઇન અલીએ હટાવવાની અપીલ કરી હતી કેમકે મોઇન અલી મુસ્લીમ ખેલાડી છે અને મુસ્લીમ ધર્મમાં દારુ માન્ય નથી. જોકે, ફ્રેન્ચાઇઝીએ મોઇન અલીની માંગને સ્વીકારીને જર્સી પરથી દારુના બ્રાન્ડના લૉગોને હટાવી લીધો છે. 

મોઇન અલી મુસ્લીમ છે અને તેનો ધર્મ તેને દારુ પીવા કે તેને પ્રમૉટ કરવાની મંજૂરી નથી આપતો. તે ઇંગ્લેન્ડની સાથે રમતી વખતે પણ કેટલાય પ્રકારની દારુની બ્રાન્ડના પ્રમૉટથી દુર રહ્યો છે. મોઇન અલી અને આદિલ રશીદ બન્ને આલ્કોહૉલિક સંબંધિત ગતિવિધિઓથી દુર રહે છે. મોઇન અલીએ ટીમ મેનેજમેન્ટ પાસે જર્સી પરથી દારુની બ્રાન્ડનો લૉગો હટાવવાનુ કહ્યું હતુ તેને સીએસકેએ માની લીધુ છે અને તેમની મેચ જર્સી પરથી લૉગોને હટાવી લેવામાં આવ્યો છે.