હાર્દિક પંડ્યાએ આ વર્ષની શરૂઆતમાં જ જાન્યુઆરીમાં નતાશા સ્ટાનકોવિચ સાથે સગાઇ કરી હતી. અને તે પછી લોકડાઉન વખતે તેમણે ફેન્સ તેમ કહીને હેરાનીમાં નાંખી દીધા તે હવે પિતા બનવા જઇ રહ્યા છે. હાલમાં જ નતાશાએ હાર્દિક અને પોતાના પુત્રની સાથેની એક તસવીર શેર કરી હતી અને લખ્યું હતું કે મારા પરિવાર જ મારી દુનિયા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા નતાશા બોલિવૂડમાં પોતાનું નસીબ આજમાવી ચૂકી છે. પણ ત્યાં તેને એટલી સફળતા નહતી મળી. જે પછી તેનું નામ હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું.

હાલમાં જ પિતા બનેલા ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે હંમેશા પોતાના પુત્ર અને મંગેતર નતાશાની તસવીરો શેર કરતા રહે છે. હાલમાં જ હાર્દિક તેની પત્ની અને બાળક સાથે હોસ્પિટલથી ઘરે પાછા ફર્યા છે. હાર્દિકે મા અને બાળકના ઘરે આવવા પર એક શાનદાર પાર્ટી આપી હતી. જેમાં તેમની ભાભી અને ક્રિકેટર કૃણાલ પંડ્યાની પત્ની હતી. આ પાર્ટીની કેકથી હાર્દિક પંડ્યાના ફેન્સને હાર્દિક પંડ્યાના પુત્રના નામનું જાણકારી મળી ગઇ છે. 

હાર્દિક પંડ્યા કે કોઇએ પણ તેમના પરિવારમાંથી બાળકના નામનો ખુલાસો ક્યાંય પણ નથી કર્યો. પણ કેક કંપનીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જે તસવીર શેર કરી છે તેમાં નતાશા અને અગસત્ય સાફ લખેલું દેખાય છે. બંને જણાએ લાંબા ડેટિંગ પછી સગાઇ કરી હતી. અને હવે તે એક બાળકના માતા પિતા બની ચૂક્યા છે.