વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ, 114 રનની લીડ મળી, સ્ટોક્સે 4 અને એન્ડરસને 3 વિકેટ લીધીઓપનર ક્રેગ બ્રેથવેટ 65 અને વિકેટ કીપર શેન ડાઉરિચે 61 રન કર્યાસ્ટોક્સ 4000થી વધુ રન અને 150થી વધુ વિકેટ લેનાર વિશ્વનો છઠ્ઠો પ્લેયર બન્યોઇંગ્લેન્ડ પ્રથમ દાવમાં 204 રનમાં ઓલઆઉટ, જેસન હોલ્ડરે 6 અને શેનોન ગેબ્રિયલે 4 વિકેટ લીધી હતી ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડીઝ સામેની પ્રથમ ટેસ્ટમાં સાઉથહેમ્પટનના રોઝ બાઉલ ખાતે બીજી ઇનિંગ્સમાં વિના વિકેટે 34 રન કર્યા છે.

રોરી બર્ન્સ 19 રને અને ડોમ સિબલે 14 રને રમી રહ્યા છે. વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવમાં 318 રનમાં ઓલઆઉટ થયું હતું. તેમને 114 રનની લીડ મળી. વિન્ડિઝ માટે ઓપનર ક્રેગ બ્રેથવેટ અને વિકેટકીપર શેન ડાઉરિચે ફિફટી ફટકારતાં અનુક્રમે 65 અને 61 રન કર્યા હતા. ઓલરાઉન્ડર રોસ્ટન ચેઝે 47 અને એસ બ્રુક્સે 38 રનનું યોગદાન આપ્યું હતું.

ઇંગ્લેન્ડ માટે બેન સ્ટોક્સે 4, જેમ્સ એન્ડરસને 3, ડોમિનિક બેસે 2 અને માર્ક વુડે 1 વિકેટ લીધી હતી.સ્ટોક્સે આ સિદ્ધિ 64 ટેસ્ટમાં મેળવી. તેનાથી ઓછી ટેસ્ટમાં આ માઇલસ્ટોન અચીવ કરનાર એકમાત્ર પ્લેયર ગેરી સોબર્સ (63 ટેસ્ટ) છે. ક્રેગ બ્રેથવેટ સ્ટોક્સની બોલિંગમાં LBW થયો હતો. તેણે પોતાના કરિયરની 18મી ફિફટી ફટકારતા 125 બોલમાં 6 ફોરની મદદથી 65 રન કર્યા હતા. તેણે 2 વર્ષ પછી ટેસ્ટમાં ફિફટી મારી, છેલ્લે જુલાઈ 2018માં બાંગ્લાદેશ સામે મારી હતી.

જ્યારે કીપર ડાઉરિચે પણ બેટ વડે શાનદાર ફોર્મ દાખવ્યું હતું. તેણે 115 બોલની ઇનિંગ્સ દરમિયાન 8 ફોર થકી 61 રન કર્યા હતા. અગાઉ 2017માં ઇંગ્લેન્ડના પ્રવાસે ડાઉરિચે 6 ઇનિંગ્સમાં 24 રન જ કર્યા હતા.