મેડ્રિડ

રીઅલ મેડ્રિડના પ્રમુખ ફ્લોરેન્ટિનો પેરેઝ કોરેના પોઝિટિવ મેડ્રિડ, રીઅલ મેડ્રિડના પ્રમુખ ફ્લોરેન્ટિનો પેરેઝ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારે ક્લબે આ માહિતી આપી હતી. મેડ્રિડે કહ્યું કે 73 વર્ષના પેરેઝને લક્ષણો દેખાયા નથી અને તે નિયમિત પરીક્ષણોમાં પોઝિટિવ હોવાનું જોવા મળ્યું હતું.આ સિવાય અન્ય કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. ગયા મહિને મેડ્રિડના કોચ ઝિનેદિન ઝિદાન પણ કોરોના વાયરસ સકારાત્મક હોવાનું જાણવા મળ્યું હતું.