૩ દિવસમાં પાકિસ્તાનને બીજાે આંચકો,ન્યૂઝીલેન્ડ પછી ઇંગ્લેન્ડે પણ બતાવ્યો ઠેંગો, પ્રવાસ રદ કર્યો
21, સપ્ટેમ્બર 2021

લંડન-

પાકિસ્તાન ક્રિકેટને સતત બીજાે આંચકો લાગ્યો છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાન પ્રવાસ કરવાનો ઈન્કાર કરી દીધો છે. આ ર્નિણય એવા સમયે આવ્યો છે જ્યારે ત્રણ દિવસ પહેલા ન્યૂઝીલેન્ડે પાકિસ્તાન પ્રવાસ અધૂરો છોડી દીધો હતો. કિવિ ટીમે શ્રેણીની શરૂઆતના દિવસે એટલે કે ૧૭ સપ્ટેમ્બરે જ ખસી જવાનો ર્નિણય કર્યો હતો.

ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમ ઓક્ટોબરમાં બે ટી-૨૦ મેચ માટે પાકિસ્તાન જવાની હતી. આ સાથે તેની મહિલા ટીમને પણ પ્રવાસ પર જવાનું હતું. પરંતુ હવે અંગ્રેજાેએ પાકિસ્તાન જવાની ના પાડી દીધી. ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા એક નિવેદન જારી કરવામાં આવ્યું હતું કે બોર્ડે ગયા સપ્તાહના અંતમાં પાકિસ્તાન પ્રવાસ અંગે ચર્ચા કરી હતી. જેમાં પુરુષ અને મહિલા બંને ટીમોનો પ્રવાસ રદ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડ બોર્ડે જાહેર કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'અમારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનું માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને વર્તમાન સંજાેગોમાં તે વધુ મહત્વનું બની જાય છે. અમે જાણીએ છીએ કે આ વિસ્તારમાં મુસાફરી કરવાની ચિંતા વધી રહી છે અને અમારું માનવું છે કે ત્યાં જવાથી ખેલાડીઓ પર દબાણ વધશે. ખેલાડીઓ પહેલેથી જ કોરોના નિયમોને કારણે લડી રહ્યા છે. અમારી પુરુષ ટી-૨૦ ટીમમાં બીજી સમસ્યા છે. અમને લાગે છે કે આ પરિસ્થિતિઓમાં પ્રવાસ આઈસીસી ટી-૨૦ વર્લ્ડ કપ માટે આદર્શ તૈયારી નહીં હોય જે ૨૦૨૧ માં અમારા માટે પ્રાથમિકતા છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution