IPL 2020: 19 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહેલી આઈપીએલની 13મી સીઝન માટે ફેન્ચાઈઝીએ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફેન્ચાઈઝી દક્ષિણ આફ્રીકાના ખેલાડીઓને ખાસ વિમાનથી યૂએઈ લઈને આવશે. દક્ષિણ આફ્રીકામાં લોકડાઉનના કારણે મુસાફરી પર બેન છે. પરંતુ ડિવિલિયર્સ, રબાડા, ડુ પ્લેસિસ, ડી કોક જેવા ખેલાડીઓ પોતાની ટીમનો આધારસ્તંભ છે. દક્ષિણ આફ્રીકાના ડિવિલિયર્સ બેંગલુરૂ, રબાડા દિલ્હી કેપિટલ્સ, ડુ પ્લેસિસ ચેન્નઈ સુપર કિંગ્સ અનને ડી કોક મુંબઈ ઈન્ડિયન્સ માટે રમે છે. દક્ષિણ આફ્રીકાના ખેલાડીઓને દક્ષિણ આફ્રીકાથી લાવવાનો નિર્ણય રવિવારે યોજાનારી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ કરવામાં આવશે.

ફેન્ચાઈઝી સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે અમે જાણીએ છીએ કે દક્ષિણ આફ્રીકાના ખેલાડીઓ ફસાયેલા છે અને અમે રવિવારે યોજાનારી આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલની બેઠક બાદ તેના પર નિર્ણય કરશું. આ એક બે ફ્રેન્ચાઈઝી સુધી સીમિત નથી. લગભગ તમામ ફેન્ચાઈઝીના મુખ્ય ખેલાડીઓ દક્ષિણ આફ્રીકાથી છે અને તેમને ચાર્ટડ વિમાનથી યૂએઈ લઈ જવા અમારા માટે યોગ્ય રહેશે. તેને લઈને જે પણ ખર્ચ થશે તે ફ્રેન્ચાઈઝીઓ મળીને વહેંચણી કરશે. રવિવારે યોજાનાઈ બેઠક બાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.