ત્રિનિદાદ, તા.૭

અમેરિકામાં રંગભેદ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનથી ફરી એકવાર આ મુદ્દો વિશ્વભરમાં પ્રકાશમાં આવ્યો છે. આ વચ્ચે વેસ્ટ ઇન્ડીઝને બે વખત ટી -૨૦ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન ડેરેન સેમીએ એવું કહીને વિવાદ ઉભો કર્યો છે કે, આઈપીએલમાં રમતી વખતે તેને જાતિવાદી ટિપ્પણીઓનો સામનો કરવો પડ્યો હતો. સેમીએ સોશિયલ મીડિયા પર બધાની સામે દાવો કર્યો હતો કે આઈપીએલમાં તેને ‘કાલૂ’ કહેવામાં આવતું હતું. 

સેમીએ કહયું કે સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે તેને અને શ્રીલંકાના ખેલાડી તિસારા પરેરાને જાતિવાદી ટિપ્પણીનો સામનો કરવો પડ્યો હતો. સેમ્મીએ કહયું કે આઈપીએલમાં તેને અને પરેરાને ‘કાલુ’ તરીકે ઓળખવામાં આવતા હતા. તે સમયે, તે જાણતો ન હતો કે તેનો અર્થ શું છે, પરંતુ આજે જ્યારે તેને ખબર પડી, ત્યારે તે આ વસ્તુથી ખૂબ ગુસ્સે થયો. 

સેમીએ તેના ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી લખીને શેર કર્યું, ‘મને હવે ખબર છે કે કાલૂનો અર્થ શું છે. સનરાઇઝર્સ તરફથી રમતા સમયે મને આ નામથી બોલાવવામાં આવ્યો. હું વિચારતો હતો કે મને સ્ટ્રોન્ગ કહેવા માટે આવું કહેવામાં આવે છે, પરંતુ હવે જ્યારે હું તેનો સાચો અર્થ જાણી શક્્યો છું.