નવી દિલ્હી,તા.૩

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ થોડા દિવસ અગાઉ લગ્ન પહેલા જ બાપ બનવાનો છે તેવી જાહેરાત કરીને સૌને ચોંકાવી દીધા હતા. હાલ તે કમરની ઈજાના કારણે ટેસ્ટ ક્રિકેટનું જાખમ લેવા નથી માંગતો અને માત્ર મર્યાદીત ઓવરના ફોર્મેટમાં રમવા માંગે છે. સપ્ટેમ્બર ૨૦૧૮થી હાર્દિક ટેસ્ટ રમ્યો નથી પરંતુ મર્યાદીત ઓવરના ક્રિકેટમાં પોતાનું સ્થાન નક્કી કરી ચુક્્યો છે. ગત વર્ષે કમરના ઓપરેશન બાદ તે ફરી આંતરરાષ્ટીય ક્રિકેટમાં વાપસી કરવા આતુર છે. સ્પોટ્‌ર્સ વેબસાઇટ ક્રિકબઝ સાથે વાતચીતમાં તેણે કહ્યુ, હું ખુદને બેકઅપ ફાસ્ટ બોલર તરીકે જાઈ રહ્યો છું. કમરની સર્જરી બાદ હાલ ટેસ્ટ ક્રિકેટ રમવું પડકારભર્યુ હશે. જા હું માત્ર ટેસ્ટ ક્રિકેટર હોત તો રમી લેત પરંતુ હું આમ ન કરી શકું. કારણલકે મર્યાદીત ઓવરના ક્રિકેટમાં મને મારી ઉપયોગીતાની ખબર છે. ૨૦૧૮માં એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં મેદાનમાંથી સ્ટ્રેચર પર બહાર લઈ જવામાં આવ્યો તે અંગે કહયુ, મને લાગ્યું કે મારી કરિયર ખતમ થઈ ગઈ છે. મેં ક્્યારેય કોઈને આ રીતે સ્ટ્રેચર પર જતા નથી જાયા. મારું દર્દ ઓછું થવાનું નામ નહોતું લેતું પરંતુ મારું શરીર તરત રિકવરી મોડમાં જતું રહયુ. એશિયા કપ આમ પણ મારી અંતિમ ટુર્નામેન્ટ હતી અને આ દરમિયાન ઈજા થઈ ગઈ.