અમદાવાદ-

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈંગ્લેન્ડ સામે ભારતીય ટીમે શનિવારે શાનદાર જીત હાંસલ કરી લીધી હતી. આ દ્વારા ભારતે ટેસ્ટ ચેમ્પિયનશિપ વર્લ્ડ-કપ માટે ક્વોલિફાય તો કર્યું જ છે, સાથે તેના અનેક ખેલાડીઓએ નવા રેકોર્ડ પણ કર્યા છે. જેમ કે, અક્ષર પટેલે ડેવ્યુ શ્રેણીમાં સૌથી વધારે વિકેટો ઝડપવાનો શ્રીલંકાના અજંતા મેન્ડિસનો રેકોર્ડ તોડ્યો છે.

અક્ષર પટેલ ડેબ્યૂ શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લેનાર બન્યો હતો. તેણે આ શ્રેણીમાં 27 વિકેટ લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ શ્રીલંકા અજંતા મેન્ડિસે 2008 માં ભારત સામે 26 વિકેટ લીધી હતી.