નવી દિલ્હી 

પૂર્વ ભારતીય દિગ્ગજ અને ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ અનિલ કુંબલેનુ માનવુ છે કે, જો એડિલેડ ટેસ્ટ ગુમાવી તો મુશ્કેલીઓ વધી જશે. કારણ કે કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરી દરમ્યાન ટીમ ઇન્ડિયાની પરેશાનીઓ વધી જઇ શકે છે.

ભારતીય ટીમ કોહલીની આગેવાનીમાં આગામી 17 ડીસેમ્બર થી બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત કરનાર છે. સીરીઝમાં પ્રથમ મેચ પિંક બોલ થી ફ્લડ લાઇટ હેઠળ રમાનારી છે. કુંબલેને લાગે છે કે, આ મેચ ટીમ માટે ખૂબ પડકારજનક રહેશે. કારણ કે સીરીઝની પ્રથમ મેચ મુવમેન્ટ સેટ કરે છે. એક કાર્યક્રમ દરમ્યાન કુંબલે કહ્યુ હતુ કે, જો આપણે પ્રથમ મેચમાં આગળ નિકળી શકીએ છીએ તો પછી તેને આગળ વધારી શકાય છે. જેમ કે આગળના પ્રવાસમાં કર્યુ હતુ. સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પણ પરત આવી ચુક્યા હશે અને વિરાટ કોહલી ગેરહાજર હશે. આમ આ ફેક્ટર કામ કરશે. ભારત પાસે બોલીંગ અને બેટીંગ ખૂબ કાબેલીયત છે જે મજબૂત પાસુ છે. 

જોકે ટીમ ઇન્ડિયા પાસે ખૂબ અનુભવ છે પરંતુ ભારતીય ટીમ પિંક બોલ થી માત્ર એક જ મેચ રમી છે. જે બાંગ્લાદેશ સામે ભારતીય ધરતી પર રમાઇ હતી. આવામાં ઓસ્ટ્રેલીયાને તેના જ ઘરમાં ડે નાઇટ ટેસ્ટ રમવી એ પડકાર હશે. કુંબલે કહે છે કે બોલીંગની બાબતમાં બંને બરાબરી પર છે, પરંતુ બેટીંગના મામલામાં ભારત આગળ છે. જો પિંક બોલ ટેસ્ટમાં આગળ નિકળી જઇએ તો તે મહત્વનુ સાબિત થશે, કારણ કે તે ઓસ્ટ્રેલીયાની તાકાત છે. એડીલેડમાં જ્યારે પણ ડે નાઇટ મેચ રમાઇ છે ત્યારે તેમણે સારુ પ્રદર્શન કર્યુ છે. માટે એડીલેડમાં આગળ નિકળવુ જરુરી છે, જો તેમ નથી થતુ તો બાકીની ત્રણ ટેસ્ટમાં મુશ્કેલી થઇ શકે છે.