/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ:ફાઇનલ બાદ 1 મહિના સુધી દેશ પરત નહીં ફરી શકે ટીમ ઇન્ડિયા,જાણો કેમ

નવી દિલ્હી

ભારતીય ક્રિકેટ ટીમે ચાર મેચની ટેસ્ટ શ્રેણીમાં ઇંગ્લેન્ડને 3-1થી હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો જ્યાં તેને ન્યુઝીલેન્ડનો સામનો કરવો પડશે. ફાઇનલ પૂર્વે ભારતીય ટીમ જૂનના પહેલા અઠવાડિયામાં ઇંગ્લેન્ડ પહોંચશે અને 14 દિવસીય કોરન્ટાઇનમાં રહેશે. ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ પછી તુરંત જ ઇંગ્લેન્ડ તરફથી રમવાનું રહેશે. લીગની ફાઇનલ 30 મેના રોજ રમાશે.

આ અગાઉ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ લોર્ડ્સના ગ્રાઉન્ડ પર રમવાની હતી, પરંતુ હવે સાઉધમ્પ્ટનનું એજેસ બાઉલ મેદાન ફાઇનલ મેચની યજમાની માટે આગળ છે. આનું એક કારણ મેદાનની પાસેની હિલ્ટન હોટલ છે જ્યાં ટીમ ક્વારેન્ટાઇનમાં રહેશે.

અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, ભારતીય ટીમ જૂનના શરૂઆતના અઠવાડિયામાં ઇંગ્લેન્ડ પહોંચશે. ઇંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) એ 1 થી 26 જૂન દરમિયાન હિલ્ટન હોટલ બુક કરાવી છે. ઇસીબી આઈસીસી સાથે બાયો બબલ બનાવવા માટે પણ કામ કરી રહી છે. દેશના હવામાનને ધ્યાનમાં રાખીને મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે.

અખબારના અહેવાલ મુજબ, ભારતીય ટીમે સૈદ્ધાંતિકરૂપે 14 દિવસની ક્યુરેન્ટાઇન માટે સંમતિ આપી છે. પછીથી કેટલાક ફેરફારો કરી શકાય છે, આ કોવિડની બદલાતી સ્થિતિ પર નિર્ભર રહેશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, "ઓસ્ટ્રેલિયા અહીં પ્રવાસની જેમ જ રહેશે, જ્યાં ટીમને શરૂઆતના ત્રણથી પાંચ દિવસ સખત ક્વોરેન્ટાઇનમાં રહેવું પડ્યું હતું,

ખેલાડીઓ ભારત પાછા નહીં આવે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ 18 જૂનથી શરૂ થશે અને જો તે પાંચ સંપૂર્ણ દિવસો સુધી ચાલે છે, તો તે 22 જૂને સમાપ્ત થશે. જોકે, બીસીસીઆઈએ તેના ખેલાડીઓને ભારત પાછા ન આવવાનું કહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, "બીસીસીઆઈએ તેના ખેલાડીઓને અંતિમ મેચ બાદ ભારત પાછા ન આવવાનું કહ્યું છે. તેની પાછળનું કારણ એ છે કે ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમશે અને ત્યાં રહીને, તે સંજોગોથી વાકેફ થઈ જશે. ” વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ બાદ ભારતે ઇંગ્લેન્ડ સાથે પાંચ મેચની ટેસ્ટ સિરીઝ રમવાની છે. પ્રથમ ટેસ્ટ 4 ઓગસ્ટથી શરૂ થશે અને પાંચમી ટેસ્ટ 10 સપ્ટેમ્બરથી શરૂ થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution