મુંબઇ

મુંબઈની ભૂતપૂર્વ ખેલાડી અને સ્કોરર રંજીતા રાણેનું બુધવારે કેન્સર સામે લડ્યા બાદ નિધન થયું હતું. મુંબઇ ક્રિકેટ એસોસિએશનના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે મુંબઈની ભૂતપૂર્વ ક્રિકેટર અને સ્કોરર રંજીતા રાણેનું નિધન થઈ ગયું છે એ જાણવાથી ખૂબ જ દુખ થાય છે. તે પાછલા પખવાડિયાથી શહેરમાં હોસ્પિટલમાં દાખલ હતા.

ઓલરાઉન્ડર રણજીતાએ ૧૯૯૫ થી ૨૦૦૩ દરમિયાન મુંબઇ તરફથી ૪૪ પ્રથમ વર્ગની મેચ રમી હતી. તેની ઉંમર ૪૦ વર્ષથી વધુ હતી. ઘરેલું ક્રિકેટમાં સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરનાર ક્રિકેટર પ્રભુભાઇ પરમારનું પણ મંગળવારે કોવિડ -૧૯ ને કારણે અવસાન થયું હતું. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને મંગળવારે મોડી સાંજે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એસએસએના તમામ સૌરાષ્ટ્ર ક્રિકેટરો પ્રભુભાઇ પરમારના નિધનથી ખૂબ જ દુખી છે.

પરમાર ૭૬ વર્ષના હતા અને ૧૯૬૮-૬૯માં સૌરાષ્ટ્ર માટે ચાર રણજી મેચ રમ્યા હતા. કોવિડ-૧૯ થી પ્રભુભાઇનાં પત્નીનું પણ સોમવારે અવસાન થયું હતું. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ) અને એસસીએ સચિવ નિરંજન શાહે પ્રભુભાઇના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શાહે ડિસેમ્બર ૨૦૧૭ માં પ્રભુભાઈને મળવાનું અને ભાવનગર સ્થિત તેમના નિવાસસ્થાન પર યાદગાર સમય ગાળવાનું યાદ કર્યું.