/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રીઅલ મેડ્રિડે લુકા મોડ્રિચનો કરાર એક વર્ષ આગળ વધાર્યો

મેડ્રિડ

સ્પેનિશ ક્લબ રીઅલ મેડ્રિડે ક્રોએશિયાના રાષ્ટ્રીય મેચ રમતા મિડફિલ્ડર લુકા મોડ્રિચ સાથેના કરારને ૧ વર્ષ માટે વધાર્યો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ૩૫ વર્ષીય મોડ્રિચ રિયલ મેડ્રિડમાં જોડાવા માટે ઓગસ્ટ ૨૦૧૨ માં ટોટેનહામ હોટસપુર છોડ્યો હતો અને ત્યારથી તે ક્લબમાં જ રહ્યો છે. મોડ્રિચે ૨૦૧૮ માં બેલોન ડી ઓર એવોર્ડ જીત્યો અને છેલ્લા દાયકામાં આજેર્ન્ટિનાના લિયોનલ મેસ્સી અને પોર્ટુગલના ક્રિસ્ટિઆનો રોનાલ્ડો પછી એવોર્ડ જીતનાર પ્રથમ ખેલાડી બન્યો.

મોડ્રિચ યુરો ૨૦૨૦ માં ક્રોએશિયા ફૂટબોલ ટીમનો કેપ્ટન રહેશે. જ્યાં તેની રાષ્ટ્રીય ટીમ ૧૩ જૂનના રોજ વિમ્બલે ખાતે ઇંગ્લેન્ડ સાથે પ્રથમ મેચ રમવાના છે. મોડ્રિચે પોતાનો કરાર વધાર્યા પછી ટિ્‌વટર પર લખ્યું ફરી એક વાર વિશ્વની સર્વશ્રેષ્ઠ ક્લબની જર્સી પહેરવાનો આનંદ છે."

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution