નવી દિલ્હી

પોલેન્ડના કિલેસમાં ચાલી રહેલી પુરૂષો અને મહિલા યુવા વિશ્વ ચેમ્પિયનશીપમાં ભારતના પાંચ બોકસરોએ તેની અંતિમ-૧૬ મેચ સરળતાથી જીતીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. મહિલાઓમાં ગીતિકા (૪૮ કિગ્રા) શનિવારે છેલ્લા આઠમાં સમાપ્ત થઈ. 

પુરુષ ટીમમાં એશિયન સિલ્વર મેડલ વિજેતા અંકિત નરવાલ (૬૪ કિગ્રા), વિશ્વામિત્ર ચોંગ્થમ ( ૪૯ કિગ્રા), સચિન (૫૬ કિગ્રા) અને વિશાલ ગુપ્તા (૯૧કિગ્રા) દેશ માટે મેડલ મેળવવામાં એક જીતથી દૂર છે. જો કે નિશા ગુર્જર (૬૪ કિગ્રા) નું અભિયાન લાતવિયાની બીટ્રિસ રોસેન્ટાલ સામે ૧–૪થી હારતા સમાપ્ત થયું હતું. અગાઉ ગીતિકાએ કઝાકિસ્તાનના આર્લેઇમ મરાત સામે ૫-૦થી વિજય મેળવ્યો હતો. ચોંગ્થમે મેહદી કોહરોશશીને સમાન માર્જિનથી હરાવ્યો. ત્યારબાદ સચિને સર્વસંમત ર્નિણયમાં ડેવિડ જીમેનેઝ વાલ્ડેઝને હરાવ્યો. નરવાલે પોલેન્ડના ઓલિવર જામોસ્કી સામે ૪-૧થી જીત મેળવી હતી જ્યારે વિશાલે પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ક્રોએશિયાના બોર્ના લોનકારિચને હરાવ્યો હતો. ભારતે આ ટૂર્નામેન્ટ માટે ૨૦ સભ્યોની ટીમ (૧૦ પુરુષો અને ૧૦ મહિલા બોક્સર) મોકલ્યા છે. જેમાં ૫૨ દેશોના ૪૧૪ બોકર્સ ભાગ લઈ રહ્યા છે.