કોલંબો,તા.૧૪

શ્રીલંકન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન લાહિરુ થિરિમાને ગુરુવારે સવારે શ્રીલંકાના અનુરાધાપુરા શહેર પાસે ગંભીર અકસ્માતમાં ઘાયલ થયા હતા. તેમની કાર સામેથી આવી રહેલી મીની ટ્રક સાથે અથડાઈ હતી. તેમને અનુરાધાપુરા ટીચિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેની ઈજા કેટલી ગંભીર છે તે હજુ જાણી શકાયું નથી, પરંતુ હાલમાં તેની હાલત સ્થિર છે. વાહનમાં મુસાફરી કરી રહેલા અન્ય ત્રણ વ્યક્તિઓ પણ આ જ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટના સવારે લગભગ ૭.૪૫ વાગ્યે બની હતી.મળતી માહિતી અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે લાહિરુ થિરિમાને તેના પરિવારના સભ્યો સાથે ધાર્મિક સ્થળની મુલાકાતે જઈ રહ્યા હતા. થિરિમાનેએ વર્ષ ૨૦૧૦માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે શ્રીલંકા માટે ૪૪ ટેસ્ટ મેચ, ૧૨૭ વનડે અને ૨૬ ટી૨૦ મેચ રમી છે. થિરિમાનેના ટેસ્ટમાં ૨૦૮૮ રન, વનડેમાં ૩૧૯૪ અને ટી૨૦માં ૨૯૧ રન છે. તે ત્રણ ્‌૨૦ વર્લ્ડ કપ અને બે ર્ંડ્ઢૈં વર્લ્ડ કપનો ભાગ રહ્યો છે, જેમાં ૨૦૧૪માં શ્રીલંકાની ્‌૨૦ વર્લ્ડ કપ જીતનો સમાવેશ થાય છે. લાહિરુ થિરિમાનેએ ૫ ર્ંડ્ઢૈં મેચોમાં શ્રીલંકાની ટીમની કેપ્ટનશિપ પણ કરી હતી. તે છેલ્લે માર્ચ ૨૦૨૨માં શ્રીલંકા તરફથી રમ્યો હતો. જુલાઈ ૨૦૨૩ માં, તેણે ૧૩ વર્ષની શાનદાર કારકિર્દીને અલવિદા કહ્યું. તેણે પોતાની મેચ ભારત સામે જ રમી હતી.