આજે મેડ્રિડ ઓપનની ફાઇનલમાં સાબાલેન્કાને બાર્ટીનો સામનો કરવો પડશે
08, મે 2021

મેડ્રિડ

એનાસ્ટાસિયા પાવલ્યુચેન્કોવાને સીધા સેટમાં ૬-૨, ૬-૩ હરાવીને મેડ્રિડ ઓપનની ફાઇનલમાં ટોચની ક્રમાંકિત એશ બાર્ટીનો સામનો કરવો પડશે. વિશ્વની સાતમા નંબરની સાબાલેન્કાએ બે અઠવાડિયા પહેલા સ્ટટગાર્ટ ઓપનની ફાઇનલમાં બાર્ટી સામે સામનો કરવો પડ્યો હતો. 

આ પેહલા મહિલા વર્ગમાં ટોચના ક્રમે રહેલી એશ્લે બાર્ટીએ વાઇલ્ડ કાર્ડ ધારક પૌલા બડોસાને ૬-૪, ૬-૩ થીહરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો.

પરંતુ શનિવારની ફાઈનલમાં બાર્ટી સામે હારનો બદલો લેવાની તક છે. જીત પછી સાબાલેન્કાએ કોર્ટમાં આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું "મારી જાતને જેટલું તૈયાર કરી શકાય તેટલું તૈયાર કરવા માટે હું બનતું બધું કરીશ." એશ સામે બીજી ફાઈનલ રમવું ખરેખર રસપ્રદ રહેશે. મને લાગે છે કે તે એક ખરેખરી અને જંગ રહેશે. મને લાગે છે કે અહીં આવતા દરેક પોતાને ટુર્નામેન્ટમાં વિજેતા જોઈ શકે છે. હું મારું શ્રેષ્ઠ આપીશ."

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution